Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે નારી શક્તિ વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં LKM ખાતે નારી શક્તિ વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે.

પ્રધાનમંત્રીના ટ્વીટર એકાઉન્ટને આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા અચિવર્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે.#SheInspiresUs

આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ નારી શક્તિ પુરસ્કારોનું વિતરણ કરશે.

આ રાષ્ટ્રીય પુરસ્કાર દર વર્ષેમહિલા સશક્તીકરણની દિશામાં, જેમાં ખાસ કરીને નિઃસહાય અને હાંસિયામાં ધકેલાયેલી મહિલાઓ માટે વ્યક્તિગત, સમૂહ, સંસ્થાએ કરેલી અસામાન્ય કામગીરીને બિરદાવવા માટે આપવામાં આવે છે.

 ***

DS