પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 ડિસેમ્બર, 2015 ના રોજ મોસ્કો સ્થિત રશિયાના રાષ્ટ્રીય આપદા પ્રબંધન કેન્દ્ર (એનસીએમસી) ની મુલાકાત લેશે.
એનસીએમસી એક બહુ સ્તરીય સમન્વય કેન્દ્ર છે, જેને આપાત સ્થિતિ દરમિયાન આંતર એજન્સી સમન્વય પ્રદાન કરવા અને લોકોને ખતરા પ્રત્યે એલર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એનસીએમસીની ક્ષમતાઓમાં ખૂબ ઓછા સમયમાં દેખરેખ કરવી, ડેટા સંગ્રહ કરવો, વિશ્લેષણ કરવું વગેરે સામેલ છે. તે વૈશ્વિક નેવીગેશન ઉપગ્રહ પ્રણાલી અને રિમોટ સેંસિંગ પર આધારિત વૈશ્વિક દેખરેખ પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરે છે. મોસ્કો સ્થિત એનસીએમસી સમગ્ર રશિયાથી માહિતી પ્રાપ્ત કરે છે અને ઔદ્યોગિક સંસ્થાનો, ભીડભાડવાળા વિસ્તારો, સુનામીના ખતરા અને અન્ય પ્રાકૃતિક આપદાઓની નિગરાની કરવામાં સક્ષમ છે.
On his Russia visit, PM Modi will visit National Crisis Management Center and get an overview of its functioning. https://t.co/I8TdMQvAIA
— PMO India (@PMOIndia) December 23, 2015
The NCMC carries out continuous monitoring & data collection, forecasting possible emergencies & informing people in case of an emergency
— PMO India (@PMOIndia) December 23, 2015