Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે મુંબઈમાં ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયના નવા ભવનનું ઉદઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19 જાન્યુઆરી, 2018નાં રોજ ભારતીય સિનેમનાં રાષ્ટ્રીય સંગ્રહાલયના નવા ભવનનું ઉદઘાટન કરશે. તેઓ રાષ્ટ્રીય સંગ્રહાલયની મુલાકાત લેશે અને ઉપસ્થિત જનસમૂહને સંબોધન કરશે.

ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયની સ્થાપના ભારતીય સિનેમાની ઉત્ક્રાંતિનાં માધ્યમથી ભારતનાં સમૃદ્ધ સિનેમાનાં ઇતિહાસ અને સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસને પ્રદર્શિત કરવા માટે થઈ છે. આ વિઝ્યુઅલ અને ગ્રાફિક્સ, ફિલ્મ ક્લિપિંગ, કળાકૃતિઓ, પ્રચાર સામગ્રી અને અંતઃસંવાદ પ્રદર્શનની મદદ સાથે મહેમાનોને વાર્તા સ્વરૂપે ભારતીય સિનેમાની એક સદીથી વધારે રસપ્રદ સફરનું વૃતાંત સંભળાવશે.

દક્ષિણ મુંબઈમાં ફિલ્મ્સ ડિવિઝન કોમ્પ્લેક્સમાં સ્થિત આ સંગ્રહાલય બે મકાનો – ઐતિહાસિક ગુલશન મહેલ અને નવા મ્યુઝિયમની બિલ્ડિંગમાં પથરાયલું છે.

નવા સંગ્રહાલયની બિલ્ડિંગમાં ચાર સ્તર છેઃ સ્તર 1 – ગાંધી અને સિનેમા, સ્તર 2 – બાળકોનો ફિલ્મ સ્ટુડિયો, સ્તર 3 – ટેકનોલોજી, રચનાત્મકતા અને ભારતીય સિનેમા અને સ્તર 4 – સંપૂર્ણ ભારતમાં સિનેમા. નવા સંગ્રહાલયમાં બે ઓડિટોરિયમ પણ હશે, જે અત્યાધુનિક ડિજિટલ સિનેમા પ્રોજેક્ટર અને 7.1 સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમથી સજ્જ હશે.

***

RP