Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટ, 2017ને આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, “આવતીકાલે હું શૂરવીરોની ભૂમિ રાજસ્થાનની મુલાકાત લઇશ, જ્યાં હું મહત્વપૂર્ણ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીશ અને ખાતમુહૂર્ત કરીશ.

હું ઉદેપુરમાં જનસભાને સંબોધન કરીશ. હું પ્રતાપ ગૌરવ કેન્દ્રની પણ મુલાકાત લઇશ અને મહાન મહારાણા પ્રતાપ પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરીશ.”

TR