Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતી કાલે નોઈડા ખાતે ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા પહેલ’નું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે નોઈડા ખાતે ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા પહેલ’નુ ઉદ્ઘાટન કરશે. ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમ’ 10 લાખ રૂપિયાથી 100 લાખ રૂપિયા સુધીની સીમામાં લોન માટે અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે ઉદ્યમશિલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રારંભ કરાઈ રહી છે. શિડ્યૂલ્ડ કોમર્શીયલ બેંકની દરેક બ્રાન્ચ ઓછામાં ઓછી આ પ્રકારની બે લોન આપશે. આ પહેલ માટે ઓનલાઈન નોંધણી અને સહાયક સેવાઓ પૂરી પાડવા માટે વેબ પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી 5100 ઈ-રીક્ષાને પણ ફ્લેગ ઓફ આપશે. તેઓ કૌશલ્ય વિકાસ કેન્દ્ર (કૌશલ્ય સેન્ટર)ના ઉદ્ઘાટનની સાથો-સાથ લાભાર્થીઓ સાથે પણ ચર્ચા કરશે.

AP/J.Khunt/GP