Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતી કાલે વારાણસીની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (18 સપ્ટેમ્બર, 2015) વારાણસીની મુલાકાત લેશે.

શ્રી નરેન્દ્ર મોદી શહેરમાં આગમન બાદ તરત જ વારાણસીના રીક્ષા સંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં તેઓ, પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ 662 રીક્ષા – 551 પૈડલ રીક્ષા અને 101 ઈ-રીક્ષાના પેકેજનું વિતરણ કરશે. તેઓ રીક્ષા ચાલકો, હાથગાડીવાળા અને રસ્તા ઉપર વેપાર કરતા લોકોને સૂર્યશક્તિથી ચાલતા 1000 ફાનસની પણ વહેંચણી કરશે. પ્રધાનમંત્રી લાભાર્થીઓને સંબોધશે.

આ પછી પ્રધાનમંત્રી સંકલિત વીજળી વિકાસ યોજનાનો ડીએલડબલ્યુ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં આરંભ કરશે. તેઓ આંતરમાળખાના કેટલાક પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે. તેઓ રીમોટ વ્યવસ્થા દ્વારા બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એક ટ્રોમા સેન્ટર રાષ્ટ્રને અર્પણ કરશે અને રામનગર પોસ્ટ ઓફિસમાં રેલવે મુસાફરો માટે પેસેન્જર રીઝર્વેશન સગવડનું ઉદ્ઘાટન કરશે.

AP/J.Khunt/GP