Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આસામ, અને ઓડીશાની યાત્રા કરશે ; વિશાખાપટ્ટનમમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રીવ્યુમાં હાજરી આપશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી, 2016 સુધી આસામ, આંધ્ર પ્રદેશ અને ઓડીશાની ત્રિદિવસીય યાત્રા કરશે.

5 ફ્રેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી દિબ્રુગઢ, આસામ પહોચશે. તેઓ લેપેટકાટામાં બ્રહ્મપુત્ર ક્રેકર અને પોલિમર લિમિટેડનું ઉદ્ઘાટન કરશે. આ પુરા પૂર્વોત્તરમાં પહેલી પેટ્રો રસાયણ પરિયોજના છે.

આ આયોજન દરમિયાન પ્રધાનમંત્રી નુમાલીગઢ શોધશાળા લિમિટેડમાં ઘરેલું પ્રૌદ્યોગિકીવાળા વૈક્સ ઉત્પાદક એકમને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ભારતમાં સૌથી વધુ વૈક્સ ઉત્પાદન કરનારું એકમ છે.

પ્રધાનમંત્રી દિબ્રુગઢ નજીક મરાનમાં ચા કામદારોને સંબોધિત કરશે. તેઓ સિબસાગરમાં શ્રીમંત શંકરદેવ સંઘના 85માં વાર્ષિક સંમેલનને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી ગુવાહાટીમાં 12માં દક્ષિણ એશિયાઈ રમતોનું ઉદ્ઘાટન કરશે. આઠ દેશો : અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા રમતોમાં ભાગ લઇ રહ્યા છે.

છ ફ્રેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રીવ્યુમાં હાજરી આપશે. તેઓ એક સામુદ્રિક પ્રદર્શનની મુલાકાત પણ લેશે.

સાત ફ્રેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ભુવનેશ્વર પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષા તેમજ અનુસંધાન સંસ્થાન રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી નરેન્દ્ર મોદી પુરીમાં શ્રી જગન્નાથ મંદિરમાં જશે.

પ્રધાનમંત્રી પારદ્વીપમાં અત્યાધુનિક ઇન્ડિયન ઓઈલ રિફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરશે. પારાદ્વીપ રિફાઈનરીની કુલ ક્ષમતા 15 એમએમટીપીએ થઇ જશે. રિફાઈનરીમાં ઇન્ડેન મેક્સીમાઈઝેશન કે ઇન્ડમૈક્સ એકમ લગાવ્યો છે, જે ઘરેલું પ્રૌદ્યોગિકીમાં ઉચ્ચ માત્રામાં એલપીજીનું ઉત્પાદન કરે છે.

આશા રાખવામાં આવે છે કે રીફાઈનરીથી હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં ઔદ્યોગિકીકરણની નવી લહેર શરુ થશે અને પૂર્વી ભારતમાં આર્થિક વિકાસ ઝડપી થશે. પ્રધાનમંત્રી રીફાઈનરીમાં મુખ્ય નિયંત્રણ કક્ષ અને ઇન્ડમૈક્સ એકમની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 7 ફેબ્રુઆરીની બપોરે વિશાખાપટ્ટનમ પહોચશે. અહિયાં તેઓ ઇન્ટરનેશનલ ફ્લીટ રીવ્યુમાં ઇન્ટરનેશનલ સિટી પરેડ તથા પરિચાલન પ્રદર્શનનું અવલોકન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન પણ થશે.

UM/J.Khunt