પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં ‘સ્ટાર્ટ-અપ ઈન્ડિયા’ અભિયાનનો શુભારંભ કરશે. આ ઉદ્ઘાટન સમારોહનો ઉદ્દેશ દેશના યુવાનોની સાહસિકતાની ભાવનાનું અભિનંદન કરવાનો છે અને એમાં દેશ-વિદેશની શીર્ષ સ્ટાર્ટ – અપ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને સંસ્થાપક ભાગ લેશે.
પ્રધાનમંત્રી આ અવસર પર આભાસી પ્રદર્શનીનું અવલોકન કરશે અને સ્ટાર્ટ-અપ સાહસિકોની સાથે સંવાદ કરશે. આ અવસર પર પ્રધાનમંત્રી સ્ટાર્ટ-અપ કાર્ય યોજનાનું લોકાર્પણ કરશે અને ઉપસ્થિત જન સમુદાયને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રીના આગમન પહેલા, આયોજન સ્થળ પર દિવસ ભર સ્ટાર્ટ-અપ સાહસિકતા પર કાર્યશાળાનું આયોજન કરાશે, જેમાં આ વિષયના વિવિધ પાસાઓ પર પેનલ પરિચર્ચા આયોજિત થશે.
આ અવસર પર ‘ફેસ-ટૂ-ફેસ વિથ પૉલિસી-મેકર (નીતિ-નિર્માતાઓની સાથે આમને-સામને)’ વિષય પર એક વિશિષ્ટ પ્રશ્ન તેમજ ઉત્તર સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રમુખ મંત્રાલયો અને વિભાગોના સચિવ – સરકાર સ્ટાર્ટ-અપ્સ માટે કેવા પ્રકારનું અનુકૂળ વાતાવરણ તૈયાર કરશે, એવા પ્રશ્નોના જવાબ આપશે. આનો ઉદ્દેશ્ય સ્ટાર્ટ-અપ્સની પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાની સરકારી પ્રતિબદ્ધતાને દોહરાવવાનો છે.
આ કાર્યક્રમમાં શ્રી માસાસોશી સાન (સંસ્થાપક તેમજ મુખ્ય કાર્યકારી અધિકારી, સૉફ્ટ બેંક) અને શ્રી એડમ નૉમૈન (સંસ્થાપક, વી વર્ક) સરીખે ગ્લોબલ લીડર્સ અને ઉદ્યોગ સ્થાપનારા મૂડીવાદીઓની સાથે સંવાદ પણ થશે.
આ આયોજનનું આઈઆઈટી, આઈઆઈએમ, એઆઈટી, આઈઆઈઆઈટી અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો તથા ભારતના 350 થી વધુ જિલ્લાઓમાં યુવા સમૂહોની વચ્ચે સીધું પ્રસારણ કરવામાં આવશે.
UM/AP/J.KHUNT/GP
Mr. Masayoshi Son, Founder and CEO @SoftBank called on PM @narendramodi. pic.twitter.com/axiKGyklVA
— PMO India (@PMOIndia) January 15, 2016