પીએમઇન્ડિયા
પૂર્વ એશિયા શિખર પરિષદ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કુઆલાલમ્પુરમાં પૂર્વ એશિયાની શિખર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. એમણે પરિષદને સંબોધતાં ત્રાસવાદના વૈશ્વિક પડકારનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો.
પેરિસ, અંકારા, બેરૂત અને માલીમાં તથા રશિયાના વિમાન ઉપરના ઘાતકી ત્રાસવાદી હુમલા એ વાતની સ્વષ્ટ યાદ અપાવે છે કે, આપણા સમાજ અને વિશ્વભરમાં ત્રાસવાદીઓની ભરતી તેમજ ત્રાસવાદી હુમલાના લક્ષ્યમાં ત્રાસવાદનો પડછાયો ફેલાયેલો છે. આપણે, ત્રાસવાદ સામે લડવા માટે, નવો વૈશ્વિક નિર્ધાર અને નવી વ્યૂહરચના, રાજકીય વિચારણાથી મુકત રહીને, ઘડવા જ પડશે. કોઈ દેશે ત્રાસવાદનો ઉપયોગ ન કરવો જોઈએ કે ન એને ટેકો આપવો જોઈએ. ત્રાસવાદીઓના જૂથો વચ્ચે કોઈ તફાવત નથી. કોઈ આશ્રયસ્થાનો નથી. કોઈ ફંડ પણ નથી. શસ્ત્રો પણ મેળવી શકાય એમ નથી. પણ, આપણે આપણાં સમાજની અંદર રહીને અને આપણા યુવકો સાથે મળીને કાર્ય કરવું રહેશે. ધર્મને ત્રાસવાદથી અલગ પાડવાની પ્રતિબધ્ધતાને તથા પ્રત્યેક ધર્મને વાચા આપતાં માનવ મૂલ્યોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને હું આવકારૂ છું.
ભારત અને બાંગ્લાદેશે તાજેતરમાં જ ‘યુએનકલોસ’ની કાર્યપદ્ધતિનો ઉપયોગ કરી એના જળવિસ્તારની સીમા નિશ્ચિત કરી છે. ભારત એવી આશા રાખે છે કે દક્ષિણ ચીન સમુદ્વમાંના ઝગડા-વિવાદના તમામ પક્ષકારો,દક્ષિણ ચીન સમુદ્રમાં વ્યવહારો-અવરજવર વગેરે અંગેની ઘોષણાનું પાલન કરશે અને તમામ ગાઈડલાઈન્સનો અમલ કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. કે, તમામ પક્ષકારોએ વ્યાપક સંમંતિના આધારે, એમના આચરણ અંગે વ્હેલી તકે એક આચારસંહિતા ઘડી કાઢી એને અપનાવવાના પ્રયાસો બેવડાવવાનું જરૂરી છે.
સ્વામિ વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ
પ્રધાનમંત્રીએ રામકૃષ્ણ મિશન ખાતે સ્વામી વિવેકાનંદની એક પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. એમણે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્વામિ વિવેકાનંદ માત્ર એક વ્યકિત નહોતા, પણ હજારો વર્ષ જૂના ભારતીય સંસ્કારના આત્મારૂપ હતા. એમણે કહ્યું હતું કે, આપણે જો ઉપનિષદથી શરૂ કરી ઉપગ્રહ સુધી ભારતીય સંસ્કારની વ્યાપકતા આત્મસાત કરી શકીએ તો આપણે વિવેકાનંદને આપણી અંદર-આપણાં હૃદયમાં-વસાવી શકીશું. એમણે કહ્યું હતું કે, જયારે વિશ્વ ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા વચ્ચે વહેંચાઈ ગયું હતું ત્યારે સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં ભારતીય આધ્યાત્મિકતાનો સંદેશો પહોંચાડ્યો હતો. એમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસ દરમ્યાન એમણે આશિયાનની જે શિખર પરિષદોમાં ભાગ લીધો હતો એમાં એક એશિયાનાં ધ્યેયનું વારંવાર પુનઃઉચ્ચારણ થયું હતું. એમણે કહ્યું હતું કે એક એશિયાનો વિચાર સૌ પ્રથમવાર સ્વામી વિવેકાનંદજીએ રજૂ કર્યો હતો.
ભારતીય સમાજને સંબોધન
પ્રધાનમંત્રીએ મલેશિયામાંના ભારતીય સમાજને સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે ભારત એના વિસ્તાર મુલક સુધી સીમિત નથી. વિશ્વના પ્રત્યેક ભાગમાં વસતાં પ્રત્યેક ભારતીયમાં પણ ભારત અસ્તિત્વ ધરાવે છે.
સ્વતંત્ર ભારત મલાયામાંના ભારતીયોનું ઋણી છે. ભારતના સ્વાતંત્ર્યની લડતની કીર્તિગાથા અંશતઃ મલાયામાં વસતાં ભારતીયોની લડત અને બલિદાનો દ્વારા લખાઈ હતી. આપના વડવાઓના હજારો લોકો નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એમના ઈન્ડિયન નેશનલ આર્મીમાં જોડાવા આગળ આવ્યા હતાં. ખૂબજ મોટી સંખ્યામાં સ્ત્રીઓએ, એમનાં ઘરનો આરામ છોડી નેતાજી સુભાષ બોઝ સાથે ખભેખભા મીલાવીને કૂચ કરી હતી.
પ્રધાનમંત્રીએ, સ્વતંત્ર ભારતના ઉદય માટે પોતાનાં જીવન સમર્પિત કરનારા મલાયાના ભારતીયોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
70 વર્ષ પહેલા, એક દુઃખદ અને વિનાશક પહેલા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. મલેશિયાના યુદ્ધનાં મેદાનોમાં પોતાનાં જાન ગુમાવનારા અસંખ્ય ભારતીય સૈનિકોને પણ હું મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું. પોતાનાં જીવનની આહુતિ આપનારા આ લોકોમાં મોટાભાગના શીખો હતા. એમનું રક્ત હંમેશ માટે મલેશિયાની ધરતી સાથે ભળી ગયું છે. આ યુદ્ધ આપણા બન્ને દેશો માટે મહત્વનું હતું. અને મલેશિયાની ધરતીમાં ભળી ગયેલું એમનું લોહી હવે આપણા બે દેશો વચ્ચેનું એક મજબૂત જોડાણ બન્યુ છે જેને કદાપી મીટાવી નહીં શકાય.
આજની દુનિયામાં ત્રાસવાદ સૌથી મોટો ભય છે. એને કોઈ સીમા નડતી નથી. ત્રાસવાદ એનો હેતુ સારવા માટે લોકોને આકર્ષવા ધર્મના નામનો ઉપયોગ કરે છે. પરંતુ આ એક જુઠ્ઠાણું છે અને એ તમામ ધર્મ-સંપ્રદાયના લોકોની હત્યા કરે છે. અન્ય લોકો અને ત્રાસવાદીઓ વચ્ચેનો એકમાત્ર તફાવત એ છે કે, અન્ય લોકો માનવતામાં માને છે જ્યારે ત્રાસવાદીઓ એમાં નથી માનતાં આ વાત મેં અગાઉ પણ કરી છે અને અહીં એનું પુનઃઉચ્ચારણ કરૂં છું. આપણા સમયના આ સૌથી મોટા પડકારનો સામનો કરવા માટે વિશ્વએ ભેગા થઈને લડત આપવી પડશે.
મલેશિયામાં, શિક્ષણ મેળવવા માટે સાધનો ન ધરાવતાં મલેશિયાના ભારતીય બાળકોને નાણાંકીય સહાય પૂરી પાડવા 1954માં એક ભારતીય વિદ્યાર્થી ટ્રસ્ટ ફંડ સ્થાપામાં આવ્યું હતું. મલેશિયામાંના ભારતીય સમાજના એક વર્ગને આ ફંડની હજી પણ જરૂર છે. આ ટ્રસ્ટ ફંડના મુખ્ય ભંડોળમાં આશરે દસલાખ અમેરિકન ડોલરનું વધારાનું ફંડ આપવાની જાહેરાત કરતાં હું આનંદ અનુભવું છું. આપના હજારો બાળકો ડોકટર બનવા માટે ભારત જાય છે. ડોકટરો આપણા સમાજની એક મહત્વની જરૂરિયાત છે. પણ હું એવી આશા પણ રાખું છું કે, આપ આપનાં બાળકોને માટે અન્ય ક્ષેત્રોનું શિક્ષણ મેળવવા માટેની તક પણ ઝડપી લેશો. મલેશિયા અને ભારતે આપણા બન્ને દેશોમાં જે વિવિધ ડીગ્રીઓ પ્રદાન થાય છે એને તત્કાળ માન્યતા બક્ષવી જોઈએ. આ એક એવી બાબત છે જે હું પ્રધાનમંત્રી નજીબ સાથે હાથ ધરવાનો ઈરાદો રાખું છું, એમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
UM/J.Khunt/DK
Spoke on need for closer economic cooperation, mitigating climate change & menace of terrorism at East Asia Summit. https://t.co/6FiY4ZYTYC
— Narendra Modi (@narendramodi) November 22, 2015
Will inaugurate a statue of Swami Vivekananda & later interact with Indian community at 6 PM (3:30 PM IST). Looking forward.
— Narendra Modi (@narendramodi) November 22, 2015
Recalled the strong bond between Ramakrishna Paramhansa & Swami Vivekananda while inaugurating Swami ji's statue. pic.twitter.com/fx5rFlhk7M
— Narendra Modi (@narendramodi) November 22, 2015
Swami Vivekananda rightly taught us Jan Seva is Prabhu Seva. From the Vedas to Vivekananda, India is very proud of our rich culture.
— Narendra Modi (@narendramodi) November 22, 2015
Splendid interaction with Malaysia's Indian community. They are the living bonds of India-Malaysia friendship. https://t.co/tffHywHfKz
— Narendra Modi (@narendramodi) November 22, 2015
We appreciate the love of Malaya Indians towards India. Remembered Subhas Babu & the INA, which was strengthened by many Malaya Indians.
— Narendra Modi (@narendramodi) November 22, 2015
Lauded Malaysia's progress & explained the scale at which India is changing. Together our nations can achieve a lot.
— Narendra Modi (@narendramodi) November 22, 2015