Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ યોજનાનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ યોજનાનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ યોજનાનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઈ યોજનાનો પ્રારંભ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૌરાષ્ટ્ર નર્મદા ઈરીગેશન (સૌની) પ્રોજેકટનો ગુજરાતમાં સણોસરા ખાતે તકતીનું અનાવરણ કરીને પ્રારંભ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આજે આજી-3 ડેમના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને ડેમના દરવાજાઓમાંથી છૂટતા પાણીને નિહાળ્યું હતું.

આ પ્રસંગે એકત્ર થયેલી જંગી મેદનીને સંબોધન કરતા પ્રધાન મંત્રીએ જણાવ્યું કે, હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે પણ હું દ્રઢપણે માનતો હતો કે પાણી ખેડૂત માટે અત્યંત મહત્વની બાબત છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પાણીના તળ ઊંચા આવવાની શરૂઆત થઈ છે. ચેક ડેમનું પણ મોટી સંખ્યામાં નિર્માણ કરવામાં આવ્યું હોવાનો તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એ બાબતની નોંધ લીધી હતી કે કચ્છમાં એક સમયે એવી સ્થિતિ હતી કે આપણા જવાનોને પૂરતું પાણી મળી શકતું ન હતું, પણ ત્યાં હવે પરિસ્થિતિ પલટાઈ છે.

પ્રધાનમંત્રીને તેમણે જ્યારે સૌરાષ્ટ્રના સાંસદો સાથે સૌપ્રથમ મુલાકાત કરીને સૌની પ્રોજેકટની વાત કરી તે એ ઘટનાને પણ યાદ કરી હતી. તેમણે કહ્યું કે આ એક એવો પ્રયાસ છે જેના માટે દરેકે દરેક ગુજરાતીને ગૌરવ થવું જોઈએ.

શ્રી નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણની જરૂરિયાત ઉપર પણ ભાર હતો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પાક વીમા જેવા કેટલાક કલ્યાણકારી કદમ ઉઠાવ્યા છે.

પ્રધાનમંત્રીએ એલપીજી ગેસ જોડાણ માટેની ઉજ્જવલા અને એલઈડી બલ્બના વિતરણ જેવી યોજનાઓની વિગતો આપતા જણાવ્યું કે આ યોજનાઓ લોકોના જીવનધોરણમાં કેવો તફાવત સર્જી રહી છે.

AP/TR/GP