Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ગોરખપુરમાં

પ્રધાનમંત્રી ગોરખપુરમાં

પ્રધાનમંત્રી ગોરખપુરમાં

પ્રધાનમંત્રી ગોરખપુરમાં


ગોરખનાથ મંદિરની મુલાકાત લીધી

• ગોરખપુર ફર્ટિલાઇઝર પ્લાન્ટ અને એમ્સના ખાતમુહૂર્ત માટે તકતીનું અનાવરણ કર્યું

• જનસભાને સંબોધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં મહંત અવૈદ્યનાથજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તથા સંતો, ગુરુજનો અને ભક્તોને સંબોધન કર્યું હતું. તેમણે મહંત અવૈદ્યનાથ સાથે પોતાના જોડાણને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, આપણા સંતો અને ઋષિમુનિઓ અતિ ઉદાર અને ઉમદા હતા તથા સમાજ અને ગરીબો પ્રત્યે હંમેશા કરુણા ધરાવતા હતા.

પછી પ્રધાનમંત્રીએ ગોરખપુર ફર્ટિલાઇઝર પ્લાન્ટ અને એમ્સના ખાતમુહૂર્ત માટેની તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે બંને પ્રોજેક્ટ્સની ખાસિયતો પર સંક્ષિપ્ત સમજણ આપી હતી.

આ પ્રસંગે મોટી જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જો ભારતનો સંતુલિત વિકાસ કરવો હોય, તો પૂર્વ ભારતનો વિકાસ આવશ્યક છે.

પ્રધાનમંત્રીએ ખાતર પ્લાન્ટને બંધ રાખીને યુવાનોને પણ બેરોજગાર રાખવાનું અસ્વિકાર્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખાતરની વિદેશથી આયાત થઈ રહી છે ત્યારે આપણા યુવાનો બેરોજગાર છે એ સ્વીકાર્ય નથી. તેમણે જણાવ્યું હતું કે, ખાતર પ્લાન્ટ ફરી શરૂ થવાથી રાજ્યમાં ઔદ્યોગિક કામગીરીને વેગ મળી શકે છે.

પ્રધાનમંત્રીએ પ્રેદશમાં લોકો સ્વસ્થ જીવન જીવી શકે એવી રીતે સંસાધનોની ફાળવણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તેમણે આ પ્રદેશમાં પ્રવાસનમાં પ્રચૂર સંભવિતતા રહેલી હોવાનો મત વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, નવી નાગરિકો ઉડ્ડયન નીતિમાં પ્રાદેશિક જોડાણને પ્રાથમિકતા આપવામાં આવી છે અને તેનાથી વધુ પ્રવાસીઓ આવશે.

TR