Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ચંદ્રયાન-2ના અંતિમ ઉતરણના સાક્ષી બનશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ના અંતિમ ઉતરણના સાક્ષી બનવા બેંગાલુરુ ખાતે ઇસરોના મુખ્યમથકની મુલાકાતલેશે.

તેઓ આ ઐતિહાસિકઅવસર દરમિયાન સમગ્ર ભારતમાં ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓમાટેયોજાયેલી અંતરિક્ષ વિજ્ઞાન પરની પ્રશ્નોત્તરી સ્પર્ધાના વિજેતાઓ સાથે વાર્તાલાપ પણકરશે.

પ્રધાનમંત્રી તરીકે વિજ્ઞાન અને તેની સિદ્ધિઓ પ્રત્યે ઊંડો રસ ધરાવતા શ્રી નરેન્દ્ર મોદીની ઇસરો મુલાકાત ભારતીય અવકાશ વિજ્ઞાનીકોના જૂસ્સામાં અનેકગણો વધારો કરશે અને નવીન વિચારો તથા સંશોધન ભાવના વિકસાવવા યુવાનોને પ્રેરણા પુરી પાડશે.

ચંદ્રયાન-2 અભિયાન પ્રત્યે પોતાનો અંગત રસ દર્શાવતા શ્રી મોદીએ તેના વિશે જણાવ્યું હતું કે, “આ અભિયાન હૃદયથી ભારતીય છે અને આત્માથી પણ ભારતીય છે. આ સંપૂર્ણ સ્વદેશી અભિયાન છે,આ હકીકત જ દરેક ભારતીયોને ગૌરવ અપાવશે.”

ઇસરોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે,“લેન્ડર વિક્રમનો ચંદ્ર પર ઉતરણ કરવાનો સમય 7મી સપ્ટેમ્બર, 2019ના રોજ મધરાત્રેભારતીય સમય અનુસાર 01:00 થી 02:00 દરમિયાન નિર્ધારિત કરવામાં આવ્યો છે, ત્યાર બાદ લેન્ડર 01:30 થી 02:30 કલાકની વચ્ચે ચંદ્રની સપાટીને સ્પર્શકરશે.”

DK/J. Khunt/RP