Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી જોગબાની-બિરાટનગર ખાતે બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટનું સંયુક્તપણે ઉદઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે. પી. ઓલી સાથે જોગબાની-બિરાટનગર ખાતે બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઇસીપી)નું સંયુક્તપણે ઉદઘાટન કરશે. ભારત-નેપાળની સરહદ પર વેપારની સુગમતા અને લોકોની અવર-જવર માટે જોગબાની-બિરાટનગર ખાતે ભારતની મદદથી બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બનાવવામાં આવી છે.

બંને પ્રધાનમંત્રી ભારત સરકારની મદદથી નેપાળમાં ભુકંપ બાદ આવાસ પુનર્નિમાણ પરિયોજનામાં થયેલી નોંધપાત્ર પ્રગતિના સાક્ષી બનશે. ગોરખા અને નુવાકોટ જિલ્લામાં 50,000 આવાસોના નિર્માણ માટેની ભારત સરકારની કટિબદ્ધતા પૈકી 45,000 આવાસોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે.

**********

RP