Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી દેશભરના લોકોને નવ વર્ષના વિવિધ તહેવારોની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરના લોકોને નવવર્ષ પર ઉજવાતા વિભિન્ન તહેવારોની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી કહ્યું કે, “નવું વર્ષ ઉજવી રહેલા દેશભરના લોકોને શુભકામનાઓ. હું કામના કરું છું કે આ નવું વર્ષ આનંદ અને સમૃદ્ધિ લાવે.

મારા સૌ સિંધી બંધુઓને ચેટીચાંદના પાવન અવસર પર શુભકાનાઓ. આપણે ભગવાન ઝુલેલાલ નમન કરીએ અને તેમના આશીર્વાદની કામના કરીએ.“

મહારાષ્ટ્રના બધા મિત્રોને ગુડી પડવાની શુભકામનાઓ. ખુશી અને સફળતા ભરેલા અભૂતપૂર્વ વર્ષની પ્રાર્થના કરું છું.

ઉગાડીના વિશેષ અવસર પર સૌને શુભકામનાઓ. મને આશા છે કે નવું વર્ષ આપણા સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે.

નાગરિકોને નવરેહની શુભકામનાઓ. હું પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ આપણા જીવનમાં ખુશી અને સદભાવના વધારે.

મણિપુરના શાનદાર લોકોને સાજિબૂ ચિરૌબાની શુભકામના. હું કામના કરું છું કે નવું વર્ષ આપની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે.”

AP/J.Khunt/GP