Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ

પ્રધાનમંત્રી દ્વારા ચંદ્રકોટ, રામવનમાં વીજળી અને હાઈવે પ્રોજેક્ટના લોકાર્પણ સમારોહમાં આપવામાં આવેલા વક્તવ્યનો મૂળ પાઠ


મારા વ્હાલા ભાઈઓ અને બહેનો

આજે હું શ્રીનગરમાં એક કાર્યક્રમ માટે ગયો હતો અને બીજા કાર્યક્રમ માટે આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આપણે વર્ષોથી એક વાત સાંભળતા આવીએ છીએ કે જો વિકાસ કરવાનો છે તો ત્રણ વાતોને પ્રાથમિકતા આપવી પડે છે – વીજળી, પાણી અને રસ્તા. આ ત્રણ મૂળભૂત વ્યવસ્થાઓ જો વિકસિત હોય તો સમાજની પોતાની તાકાત હોય છે, તે વિકાસ એક નવી ઉંચાઈને હાંસલ કરી લે છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ, ક્લાયમેટ ચેન્જ તેની ભારે ચિંતામાં પડેલું છે. સમગ્ર વિશ્વ આ દિવસોમાં આ બધા મુદ્દાઓની ચર્ચા કરી રહ્યાં છે કે તાપમાન વધી રહ્યું છે તો તેને કેવી રીતે ઘટાડી શકાય તેમ છે. જે આપણા ગ્લેશિયર છે તેમને કેવી રીતે બચાવી શકાય, જે ગ્લેશિયરથી આપણને પાણી મળે છે એ નદીઓને કેવી રીતે બચાવવામાં આવે, પ્રકૃતિની રક્ષા કેવી રીતે કરવામાં આવે. ત્યારે એક વાત આપણા ધ્યાનમાં આવે છે કે વીજળી ઉત્પાદનના રસ્તા બદલવામાં આવે અને તેમાં સૌથી સરળ પર્યાવરણની રક્ષા કરવાવાળો માર્ગ છે – તે પાણીથી પેદા થનારી વીજળી, સૂર્ય શક્તિથી પેદા થનારી વિજળી, હવાથી પેદા થનારી વીજળી. અને તે માટે પવન ચક્કી લગાવવી, સોલર પેનલ લગાવવા, હાઈડ્રો પ્રોજેક્ટ લગાવવા એ માનવજાતના કલ્યાણ માટે ભાવી પેઢીને બચાવવા માટે એક સામાજીક ફરજ બની જાય છે.

આજે આ વીજળીના પ્રોજેક્ટનું લોકાર્પણ થઇ રહ્યું છે તેનાથી વીજળી તો મળવાની છે, વીજળીથી વિકાસની યાત્રા તો આગળ વધવાની જ છે. પરંતુ સાથેસાથે આપણે આપણી આવનારી પેઢીઓના કલ્યાણ માટે પર્યાવરણની રક્ષા માટેનું એક ઉત્તમ કાર્ય પણ કરવા માટે જઇ રહ્યાં છીએ. ભારતે એક ખૂબ મોટો લક્ષ્ય રાખ્યો છે – 175 ગીગાવોટ રીન્યુઅલ એનર્જી. આપણા દેશમાં મેગાવોટ સુધી જ આપણે વિચારી શકતા હતા. હજાર મેગાવોટ, પાંચ હજાર મેગાવોટ, 10 હજાર મેગાવોટ. પરંતુ ગિગાવોટ આ શબ્દ આપણા દેશમાં સાંભળતા મળતો નથી. આજે આ સરકાર 175 ગિગાવોટ, સોલર ઉર્જા, પવન ઉર્જાની તરફ આગળ વધી રહ્યાં છીએ જેથી આપણે પર્યાવરણની પણ રક્ષા કરી શકીએ અને વીજળીના માધ્યમથી વિકાસ માટેના નવા દ્વાર પણ ખોલી શકીએ.

અમારું એક સપનું છે કે 2022માં જ્યારે ભારત પોતાની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું હશે ત્યારે હિન્દુસ્તાનના દરેક ગામમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ હોવી જોઇએ. આ કાર્યને ગતિ આપવા માટે હું તેની પર નિયમિતપણે નજર રાખતો હોઉં છું. કેટલાક દિવસ અગાઉ મેં એક બેઠકમાં પૂછ્યું કે આપણા દેશમાં કેટલા એવા ગામ છે કે જ્યાં હજુ સુધી વીજળીનાં થાંભલા પણ લાગ્યા નથી. ત્યારે મારા ધ્યાન પર આવ્યું કે આઝાદીના લગભગ 75 વર્ષ થવા જઇ રહ્યાં છે ત્યારે 18 હજાર ગામડાં દેશમાં એવા છે કે જ્યાં હજું સુધી વીજળીનાં થાંભલા પણ લાગ્યા નથી.

હવે એનાથી વધારે દુર્ભાગ્ય શું હોઇ શકે છે અને એટલા માટે જ અમે પડકાર સ્વીકાર્યો છે કે – 1000 દિવસમાં જે કામ 70 વર્ષમાં નથી થયું – 1000 દિવસમાં મારે 18 હજાર ગામ સુધી પહોંચાડવાની છે. સરકારી મશીનરીને સમયસીમાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને નિયમિતપણે તેના કામ પર નજર રાખવામાં આવી રહી છે કે કેટલી જગ્યાએ થાંભલા પહોંચ્યા, ક્યાં કેટલા ખાડાં ખોદાયા, ક્યાં થાંભલા ઉભા કરવામાં આવ્યા, તાર ક્યાં સુધી પહોંચ્યા છે.

બીજું સપનું છે – 365 દિવસ 24 કલાક વીજળી. આજે વીજળી વગરનું જીવન સંભવ જ નથી. આપણો યુગ ટેકનોલોજીથી ચાલનારો યુગ છે. કેટલાક તો ગામ એવા છે કે જ્યાં મોબાઇલ ફોન છે પરંતુ મોબાઇલ ફોન ચાર્જ કરવાનો હોય તો બીજા ગામ જવું પડે છે. આ સ્થિતિ બદલવાની છે અને એટલા માટે જ 24 કલાક વીજળી પહોંચતી કરવાની છે અને જો 24 કલાક વીજળી પહોંચાડવાની હોય તો દેશમાં વ્યાપક રૂપથી વીજળીનું ઉત્પાદન કરવું જોઇએ. કોલસાથી વીજળી મળી રહી છે, ગેસથી વીજળી મળી રહી છે.

પરંતુ હવે અમે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ – આજે મે શ્રીનગરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે 80 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. આ 80 હજાર કરોડના પેકેજમાં લેહ-લદ્દાખ જ્યાં સોલર એનર્જીની ખૂબ સંભાવના રહેલી છે. ત્યાં જ સોલર એનર્જીથી વીજળી તૈયાર થતી રહે અને લેહ-લદ્દાખ અને કારગિલના વિસ્તારોમાં ત્યાંથી જ વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવે, તે બાબતનો પણ આ પેકેજમાં સમાવેશ કરવામાં આવે તે વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે એક અભિયાન ચલાવ્યું છે આખા દેશમાં વીજળી બચાવો. જેવી રીતે વીજળી ઉત્પાદનનું મહત્વ રહેલું છે, જે રીતે વીજળી પહોંચાડવનું પણ મહત્વ રહેલું છે તેનાથી પણ વધારે મહત્વ વીજળી બચતનું છે અને આજે ટેકનોલોજી એટલી બદલાઈ છે કે તમે વીજળીની બચત કરી શકો તેમ છો અને પૈસા પણ બચાવી શકો તેમ છો. એલઈડી ગોળા સરકાર દ્વારા આપવામાં આવી રહ્યાં છે, સસ્તામાં આપવામાં આવી રહ્યાં છે. નગરપાલિકાઓથી આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે તમે સ્ટ્રીટ લાઇનમાં વીજળીના જે ગોળાનો ઉપયોગ કરો છો તેના સ્થાને એલઇડી ગોળાનો ઉપયોગ કરો અને તેના કારણે વીજળીના બીલમાં પણ ઘટાડો થઇ શકે છે વીજળીની બચત પણ થઇ શકે છે.

જો તમારા પરિવારમાં આજે પણ તમે ટ્યૂબલાઇટ અથવા જૂના સમયના વીજળીના ગોળાનો ઉપયોગ કરતાં હોય પણ જો એલઇડી ગોળાને લગાવી દેશો તો એક પરિવારને 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા સુધીનો ઘટાડો વીજળીના બિલમાં થઇ જશે. તમારા પૈસાની બચત થઇ જશે. જો વીજળીની બચત થશે તો ગરીબના ઘરમાં અમે વીજળી પૂરી પાડી શકશું. જો વીજળીનું ઉત્પાદન, વીજળી પહોંચાડવાનો પ્રયાસ રીન્યુઅલ એનર્જી.

સ્વચ્છ ભારત મિશન પર અમે કામ કરી રહ્યાં છીએ. વેસ્ટમાંથી વેલ્થ – શહેરનો જે કચરો છે તેમાંથી કેવી રીતે વીજળી પેદા કરી શકાય જેથી સફાઈ પણ થતી રહેશે અને વીજળીનું ઉત્પાદન પણ થતું રહી શકે. તે અંગેની યોજના પણ ચાલી રહી છે. અને એટલા માટે જ વિકાસના નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરવા માટે ઉદ્યોગોને લાવવા માટે ટેકનોલોજી માટે વીજળીનું મહત્વ અનિવાર્ય થઇ ગયું છે.

આજે બીજો એક પ્રોજેક્ટ થઇ રહ્યો છે – રસ્તાનો. આપણે જાણીએ છીએ કે એક જમાનો હતો કે જ્યારે લોકો નદી પાસે શહેર વસાવતા હતા, જીવન વિતાવતા હતા. જ્યાંથી નદી પસાર થતી હતી ત્યાં જીવન વિકસિત થતું હતું. પરંતુ પછી એક એવો સમયગાળો આવ્યો કે જ્યાંથી હાઈવે પસાર થતો હોય તેની આસપાસ લોકોએ વસવાનું શરૂ કર્યું છે. કારણ કે કનેક્ટિવિટી આજના યુગમાં અનિવાર્ય થઇ ગઇ છે. અને હવે તો ફક્ત કાળો રંગ પાથરી દેવામાં આવે, ડામર પાથરી દેવામાં આવે એ પ્રકારનું કામ હવે લોકોને નથી જોઇતું.

આજકાલ જો કોઇ અમને કોઇપણ મેમોરન્ડમ મોકલે છે તો નથી કહેતું કે સાહેબ રોડ બનાવવો છે. તેઓ કહે છે કે સાહેબ ફોર લેન જોઇએ, પેવર રોડ જોઇએ છે. અમે કહીએ છીએ કે ગામમાં જવાનું છે ભાઈ. નહીં નહીં સાહેબ જમાનો બદલાઇ ગયો છે પેવર રોડ જોઇએ. સામાન્ય માનવીની વિચારસરણી અને અપેક્ષાઓ બદલાતી જઇ રહી છે. અને એટલા માટે જ રસ્તા આધુનિક બને, રસ્તાનું બાંધકામ આજના સમય અનુસાર અદ્યતન હોય, રસ્તાના નિર્માણમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય, નવો માલસામાન વપરાય તે બાબત પર અમે ભાર મુકતા હોઇએ છીએ.

હમણા નીતિનજી જણાવી રહ્યાં હતા કે તમારો સમય બચી જશે. હવે આપણે ત્યાં કહેવામાં આવે છે કે ‘ટાઇમ ઇઝ મની’ જો તમારો સમય બચી જતો હોય તો કેટલા પૈસા બચી શકે તેમ છે. હવે જો મારે જમ્મુથી શ્રીનગર જવું છે અને જો 10, 12 કલાકને બદલે બે ચાર કલાકમાં પહોંચતો હોઉં તો મારો આખો દિવસ બચી જાય છે. અને એટલા માટે જ હવે જે રોડ બનાવાના છે તેના નિર્માણમાં આ બાબતોનો ધ્યાન રાખવામાં આવે. કદાચ અગાઉ રસ્તા બનાવવાનો ખર્ચ વધી જાય કારણ કે ક્વોલિટીમાં સુધારો થયો છે, મટીરીયલમાં બદલાવો આવ્યો છે. ટેકનોલોજી બદલાઈ છે. જમ્મુ – શ્રીનગરની વચ્ચે આ જે રોડ દેશમાં જે પ્રવાસન માટે અહીં આવે છે તેમના માટે આ રસ્તો, આ ટનલ જોવાનું પણ એક પર્યટનની બાબત બની રહેવાની છે. લોકો કહે છે કે વિમાનમાં નથી જવું, આ નવ કિલોમીટરની ટનલ જોઇએ તો ખરા કે કેવી છે. ભારતની આટલી લાંબી ટનલની એક વખત મુલાકાત તો કરીએ, તે પ્રવાસનનું કેન્દ્ર બની જશે, તમે જોજો.

અને એટલા માટે જ વિકાસને એવી ઉંચાઈઓ પર લઇ જવાની દિશામાં અમારો પ્રયાસ છે. આવનારા દિવસોમાં રેલવે હોય, રસ્તા હોય, પાણી હોય કે વીજળી હોય – આ આધુનિક રૂપથી લોકોને કેવી રીતે મળી શકે તે અંગે અમે કામ કરી રહ્યાં છીએ. આજે 80 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. 80 હજાર કરોડના પેકેજમાં પાછલા વર્ષે જે પૂર આવ્યું, જમ્મુ તરફના જે પાક્કા મકાન હતા. અમે જે પેકેજ આપ્યું છે તેમાં જમ્મુમાં પૂરને કારણે જે નુકસાન થયું છે, શ્રીનગરમાં જેમને પૂરને કારણે નુકસાન થયું છે એ સહુને શક્તિ આપવાનો પ્રયાસ છે. જેમના વેપારને નુકસાન પહોંચ્યું છે તેમને ઉભા કરવાનો પ્રયાસ છે. અનેક હોસ્પિટલો, અનેક શાળાઓ, અનેક રસ્તાઓ, પુલો વગેરેને નુકસાન થયું છે તેમને ફરીથી કાર્યરત કરવાની દિશામાં જે કરવાનું રહે તે કરવાનું છે તે પણ આ વ્યવસ્થામાં સામેલ છે.

પરંતુ સાથે સાથે જમ્મુ કાશ્મીરને એક નવી તાકત પણ મળવી જોઇએ. અને જમ્મુ કાશ્મીરને નવી તાકત મળશે, નવયુવાનોને રોજગારી મળવાથી. રોજગારના નવા અવસર કેવી રીતે પેદા કરી શકાય, રોજગારની સંભાવનાઓ કેવી રીતે વધારવામાં આવી શકે, તે માટે શું કરી શકાય તેમ છે. તે બાબતને ધ્યાનમાં રાખીને આ 80 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. અને હવે જેવી રીતે જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા રીઝર્વ બટાલિયન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી પાંચ આઈઆર બનાવવાનો મતલબ છે કે આ રાજ્યમાં ચાર હજાર યુવાનોને રોજગારી. એટલે કે ચાર હજાર પરિવારમાં આર્થિક વ્યવસ્થા, એવા તો અનેક લઇ શકાય – સ્કિલ ડેવલપમેન્ટનો, શિક્ષણ માટે આઈઆઈટી, આઈઆઈએમ, હોસ્પિટલ, એઇમ્સ આ બધી વ્યવસ્થાઓ વિકસિત થાય છે. જ્યારે આ સહુનું નિર્માણ થાય છે ત્યારે તો લોકોને રોજગારી મળી શકે છે. પરંતુ નિર્માણ થયા પછી પણ વિકાસ માટે નવા અવસર થાય છે, રોજગારના નવા અવસર પેદા થાય છે.

કદાચ હિન્દુસ્તાનમાં જમ્મુ-કાશ્મીરને જે મુસીબતનો સામનો કરવો પડ્યો છે તે મુસીબત અન્ય રાજ્યોને નથી પડતી. તો મુસીબત એ છે કે 1947થી લાખોની સંખ્યામાં વિસ્થાપિતોના જૂથ આ ભૂ-ભાગ પર છે. લગભગ આ રાજ્યના 15-20 ટકા જનસંખ્યા વિસ્થાપિતના રૂપમાં છે. આ નાની વેદના નથી આ ખૂબ મોટી પીડાની બાબત અને વિષય છે. એ સમયની માગણી છે કે 1947ના વિસ્થાપિત હોય કે કાશ્મીરથી કાઢવામાં આવેલા પંડિત હોય – એ સહુના પુનર્વસન માટે તેમને એક સન્માનજનક જીવન જીવવાની વ્યવસ્થા કરવી પણ આવશ્યક છે. આ 80 હજાર કરોડના પેકેજમાં 1947થી લઇને અત્યાર સુધીના જેટલા પણ વિસ્થાપિત પરિવાર છે તેમના પુનર્વસનની જોગવાઈ પણ રાખવામાં આવેલી છે. કહેવાનો અર્થ એ છે કે જમ્મુ – કાશ્મીર જે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે એ તમામ સમસ્યાઓની બાબતોને પણ આ 80 હજાર કરોડના પેકેજમાં સમાવવાનો પ્રયાસ છે. સાથે સાથે જમ્મુ કાશ્મીર હિન્દુસ્તાનના અન્ય રાજ્યોની સરખામણીમાં આર્થિક તાકત સાથે કેવી રીતે પગભર થઇ શકે, જમ્મુ કાશ્મીરના નવયુવાનો રોજગારી માટે કેવી રીતે હકદાર બની શકે, વિકાસની નવી ક્ષિતિજો જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે નજરે પડે, પ્રવાસનનો કેવી રીતે ફરીથી વિકાસ શક્ય બને – આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને 80 હજાર કરોડનું પેકેજ જમ્મુ કાશ્મીરના ઇતિહાસમાં આ સૌથી મોટું પેકેજ છે, સૌથી મોટું પેકેજ છે.

મેં આજે શ્રીનગરમાં કહ્યું કે તમે જેટલી ઝડપથી ખર્ચ કરશો, જેટલો પરફેક્ટ પ્રોગ્રેસ કરશો, જેટલો પાઈ પાઈનો હિસાબ પહોંચાડશો તો લખી રાખજો કે 80 હજાર કરોડનું પેકેજ એ પૂર્ણ વિરામ નહીં હોય પણ એક શુભ શરૂઆત હશે જો આ કામ સારી રીતે આગળ વધે. અને એટલા માટે આ 80 હજાર કરોડ એક સેમ્પલ છે. તમે કેવી રીતે લાગૂ કરી શકો છો, કેટલી ઝડપથી લાગૂ કરી શકો છો, કેટલા સારા પ્રકારથી લાગૂ કરી શકો તેમ છો, જનતા કેવી રીતે તેમાં ભાગીદાર બને છે ત્યાર પછી દિલ્હીનો ખજાનો અને દિલ્હીનું દિલ એ બન્ને જમ્મુ-કાશ્મીર માટે સમર્પિત છે.

આ દિવસોમાં હું ખાસ કરીને નવયુવાનોને કહેવા ઇચ્છીશ. ભારત સરકારની જે યોજનાઓ છે તેમાંથી કેટલીક યોજનાઓ ખૂબ મહત્વની છે, જેનો લાભ તમે લો. એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી છે અને આ મુદ્રા યોજના એવી છે કે જે આપણા દેશમાં સામાન્ય વેપાર કરવાવાળા લોકો છે, નાનો મોટો વેપાર કરનારા લોકો છે. કોઇ છાપું વેચે છે, કોઇ દૂધ વેચતું હશે, કોઇ ફળ વેચનાર હશે, કોઇ માતા વૈષ્ણોદેવીનો પ્રસાદ વેચનાર હશે, કોઇ નાનું ઢાબું ચલાવતો હશે, કોઇ ચણા મમરા વેચનાર હશે, કોઇ કપડાં વેચનાર હશે કોઇ ગામડે ગામડે જઇને વાસણ વેચનાર હશે, નાના લોકો.

આ લોકોને માલ લાવવા માટે હજાર રૂપિયાની પણ જરૂરત પડે તો શાહુકાર પાસે જઇને ઉંચા વ્યાજે પૈસા લાવવા પડે છે અને તેઓ જે કમાણી કરે છે તે કમાણીના અડધાથી વધારે રૂપિયા તો શાહુકારના ખિસ્સામાં જતા રહે છે, વ્યાજમાં રૂપિયા જતા રહે છે. એક ગરીબ માણસ, સામાન્ય વેપારી, નાનો વેપારી. તેને પણ પાંચ હજાર, દસ હજાર રૂપિયા જોઇએ તો પણ તેના હાથમાં કંઇ ખાસ આવતું નથી અને બેન્ક ક્યારેય પણ આ લોકોની તરફ જોવા તૈયાર નહોતી. બેન્કોની સામે તો મોટા મોટા લોકો આવે તો તેમને તેમાં રસ પડતો હોય છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આવા લોકોને લોન આપવા માટેની કામગીરી ચાલી રહી છે.

અને તેની વિશેષતા એ છે કે તમારે કોઇ ગેરન્ટી આપવાની કોઇ જરૂરત નથી. 50 હજાર રૂપિયા સુધી અહીં તમને રૂપિયા મળી શકે તેમ છે અને તમે પોતાનો વેપાર શરૂ કરી શકો તેમ છો. તમે પોતાની જાતને તો રોજગાર આપશો પણ સાથે સાથે અન્ય એક કે બે વ્યક્તિને પણ પોતાને ત્યાં નોકરીએ રાખીને તેમને પણ રોજગારી પૂરી પાડી શકશો. અત્યાર સુધી 60 લાખ લોકોને આ પ્રકારથી રૂપિયા આપવામાં આવ્યા છે આખા હિન્દુસ્તાનમાં. હું જમ્મુ – કાશ્મીરના નવયુવાનોને કહું છું કે તમે બેન્કોનો સંપર્ક કરો. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને સમજો, યોજના લઇને જાઓ અને તમે પણ પોતાના પગ પર ઉભા રહો, આ બેન્કો તમારા માટે ઉભી જ છે.

એ જ પ્રકારથી અમે નવયુવાનો માટે એક યોજના બનાવી છે સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા. જેમની પાસે કોઇકને કોઇક ટેકનોલોજીનો સ્વભાવ છે, નવી નવી વસ્તુઓ કરવા માટેનો સ્વભાવ ધરાવે છે, ઇનોવેશન કરવાનો સ્વભાવ છે તેમની પાસે અને તેઓ આમાંથી કોઇ ઉત્પાદન માટે જવા માગતા હોય તો સરકાર તેમને દરેક પ્રકારથી મદદ કરવા માટે તૈયાર છે. નવયુવાનો આવે મેદાનમાં, પોતાની બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરે, સરકાર તેમને ધન આપવા માગે છે. અને મેં બેન્કોને કહ્યું છે કે દરેક બ્રાન્ચ એક દલિત અથવા આદિવાસી અને એક મહિલા કમ સે કમ બે વ્યક્તિઓને સ્ટાર્ટ અપ માટે લોન આપે. એ મુદ્રા બેન્કથી અલગ છે, અહીં તો વધારે લાગશે 10 લાખ, 20 લાખ રૂપિયા લાગશે. એની મેં એક યોજના બનાવી છે. હું નવયુવાનોને આગ્રહ કરું છું કે સરકારની આ યોજનાનો લાભ મેળવે, તમે પોતાના પગ પર ઉભા થઇ જાઓ, વિકાસની નવી ઉંચાઈઓને હાંસલ કરો અને પોતાના જીવનને પાર કરી જાઓ. આજે દિલ્હીમાં એવી સરકાર છે કે જે ફક્ત તમારા માટે વિજયી થઇ છે તમારા માટે કંઇક કરવા માગે છે. તમે આગળ આવો. તમે તેનો ભરપૂર ફાયદો ઉઠાવો.

ભાઈઓ બહેનો, આજે મને જમ્મુ-કાશ્મીરમાં આપ સહુ ભાઈ બહેનોએ મને જે પ્રેમ આપ્યો છે, સ્વાગત સન્માન આપ્યું છે તે માટે હું આપ સહુનો ખૂબ ખૂબ આભારી છું અને આપણા નીતિનજી, દેશને વધારે ઝડપથી દોડાવવા માટે લાગેલા છે. ચારેતરફ રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અગાઉ મને જણાવતા હતા કે એક દિવસમાં બે કિલોમીટર થતા હતા. આપણા દેશમાં અમારી સરકાર બનતા અગાઉ હિન્દુસ્તાનનો હિસાબ લગાવતા હતા તો સરેરાશ એક દિવસમાં બે કિલોમીટર રોડ બનતું હતું. આખા દેશમાં ગમે ત્યાં જે પણ બનતું હતું તેનો હિસાબ લગાવવામાં આવે તો એક દિવસમાં બે કિલોમીટર હતું. આપણા નીતિનજીએ પાછલા 17 મહિનાથી મહેનત કરીને એક દિવસમાં 18 કિલોમીટર સુધી પહોંચાડ્યું છે.

કામ કેવી રીતે થાય છે, કેટલાક લોકોને તો સમજમાં જ નથી આવતું કે આને કામ કહેવામાં આવે કે નહીં. તેમને તો સમજમાં જ નથી આવતું. હવે તમે મને જણાવો કે 15મી ઓગસ્ટથી 26 જાન્યુઆરી વચ્ચે 10 કરોડ બેન્ક ખાતાં ખુલી જાય. જે ગરીબને ક્યારેય બેન્કના દરવાજા સુધી પણ જવાની તક નથી મળી શકી હતી – તેને કામ કહી શકાય કે નહીં. હિન્દુસ્તાનમાં એક વર્ષની અંદર અંદર દરેક ગર્લ ચાઇલ્ડ શાળાઓમાં શૌચાલય બનાવવાનું કામ પૂરું થઇ જાય ખરું, ચાર લાખથી વધારે શાળાઓમાં શૌચાલય બની શકે ખરું – તેને કામ કહી શકાય કે નહીં. પરંતુ આપને જે સમજમાં આવે છે તેમને નથી આવતું. આમ તો હું આપ લોકોને અનેક વસ્તુઓ ગણાવી શકું તેમ છું. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સહુનો આભાર.

AP/J.Khunt