પીએમઇન્ડિયા
એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાની ઉભરતી અર્થવ્યવસ્થાઓ)માંથી ‘I’ અક્ષરને પડતો મૂકવો પડશે. હવે, વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે – શાસન, આર્થિક પ્રગતિ અને વૈશ્વિક ગૌરવમાં ગતિ છે. તમે આ જોઈ શકો છો.
અમારું વિઝન અને પ્રતિબદ્ધતા એ દેશની પ્રગતિ, વિશ્વમાં તેનું સ્થાન અને તેના લોકોની ખુશી તરફ છે. અમે શ્રેણીબદ્ધ એવા અનેક પગલાં લીધાં છે જેણે પારદર્શિતા, કાર્યક્ષમતા અને ઝડપ સાથે કામ કરવાની અમારી ક્ષમતામાં ફરીથી વિશ્વાસ સ્થાપિત કર્યો છે. અમે દેશના ગરીબોના હિત અને તેમના સશક્તિકરણની દિશામાં જોઈ રહ્યા છીએ. જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન અને જમીન આરોગ્ય કાર્ડ્સ જેવી પહેલોનો ઉદ્દેશ્ય સામાન્ય માણસને વધુ આવક અને જીવનની સારી ગુણવત્તા આપવાનો તેમજ આપણા દેશ વિશેની ધારણાઓને બદલવાનો પણ છે. દીકરી બચાવો અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન પર અમારું ધ્યાન એ હકીકતનું પ્રદર્શન છે કે અમે માત્ર વર્તમાનની જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ વિષે પણ ચિંતા કરીએ છીએ. અમારી સરકારની દિશા તાજેતરના સક્ષમ કેન્દ્રીય બજેટ, ભાવિ રેલ્વે બજેટ, અટવાયેલા ઊર્જા પ્લાન્ટ્સ અને ખાતર પ્લાન્ટ માટે ગેસના એકત્રીકરણમાં પ્રતિબિંબિત થઇ છે. તે એક સમૃદ્ધ અને શક્તિશાળી ભારત પ્રત્યેની અમારી દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સારા ઇરાદા સાથેનું સુશાસન એ અમારી સરકારની ઓળખ છે. પ્રામાણિકતા સાથે અમલીકરણ એ અમારો મુખ્ય જુસ્સો છે. અમે વારસામાંથી જન્મેલી કેટલીક પ્રતિકૂળતાઓને તકોમાં રૂપાંતરિત કરી છે. કોલસા અને સ્પેક્ટ્રમની હરાજીના તાજેતરના નિષ્કર્ષ એ બાબતની સાબિતી આપે છે કે કરે છે કે જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો કૌભાંડ અને ભ્રષ્ટાચારનો અભિશાપ ટાળી શકાય તેમ છે અને પારદર્શિતા લાવી શકાય છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ સબસિડીમાં લીકેજની વાત કરતા રહ્યા છે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા એલપીજી સબસિડીના વિતરણની અમારી પહેલ એ ગરીબો અને સીમાંત લોકોને મદદ કરવા માટેની અમારી નક્કર વ્યૂહરચનાનું તેજસ્વી ઉદાહરણ છે. સૌ પ્રથમ વખત, અમે નબળા વર્ગો માટે એક મજબૂત સામાજિક સુરક્ષા છત્ર લઈને આવ્યા છીએ. મેક ઈન ઈન્ડિયા ઝુંબેશ શરૂ થઈ ગઈ છે અને તેને કૌશલ્ય વિકાસ સાથે ટેકો આપવામાં આવ્યો છે. તે યુવાનોની રોજગારી માટે નવા રસ્તા ખોલવા જઈ રહી છે.
અમે ભારતની રાજનીતિ, શાસન અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં તેની વૈશ્વિક વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી છે. આ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે અર્થવ્યવસ્થાનો વિકાસ પુનઃસ્થાપિત થયો છે. જીડીપી ગ્રોથના મામલામાં આપણે ચીન જેવા દેશોને પાછળ છોડી દીધા છે. આપણે સ્ટીલ ઉત્પાદનની બાબતમાં અમેરિકાને પાછળ છોડી દીધું છે. ચાલુ ખાતાની ખાધ ઘટી છે. IMF, OECD અને અન્ય જેવી વૈશ્વિક સંસ્થાઓ આગામી મહિનાઓ અને વર્ષોમાં વધુ સારી વૃદ્ધિની સંભાવનાની આગાહી કરી રહી છે. આ રીતે, ભારત ફરી એકવાર વૈશ્વિક રડાર પર છે.

હું મીડિયાને વિનંતી કરીશ કે બે બાબતોનો એકસાથે સામસામે લાવો: અમારા કૉંગ્રેસના મિત્રોએ અમારા પર લગાવેલા આક્ષેપો અને વેપારીઓની ફરિયાદો. કોંગ્રેસ કહે છે કે અમે ઉદ્યોગપતિઓની સરકાર છીએ અને ઉદ્યોગપતિઓ કહે છે કે અમે તેમના માટે કંઈ કરતા નથી!
સરકારનું કામ દરેક માટે સુશાસનનું છે. મારી સરકાર નીતિઓ બનાવશે, જો તમે તેમાં ફિટ થાવ છો તો સાથે આવી જાઓ અને નહિ તો પછી જ્યાં છો ત્યાં જ રહી શકો છો. મારું કામ કોઈને ચમચીથી ખવડાવવાનું નથી. દેશનું ખાનગી ક્ષેત્ર હજુ પણ શાસનના વારસાના મુદ્દાઓ સાથે અટવાયેલું છે – તેમાં કર, આતંકવાદ, ફરજ વ્યુત્ક્રમ અને પસંદગીયુક્ત મુક્તિનો સમાવેશ થાય છે. આ જ કારણસર અમે 2015-16 ના બજેટ દરમિયાન આવા ઘણા મુદ્દાઓને ઉકેલવાનો અને સમગ્ર બોર્ડમાં તેમને સુધારવાનો પ્રયાસ કર્યો છે. અમે જાણીએ છીએ કે લાખો ભારતીયો માટે નોકરીઓ અને રોજગારની તકો ઊભી કરવા માટે આવા પગલાં લેવા મહત્વપૂર્ણ છે. હું બધાને ફરી એકવાર મારા તરફથી ખાતરી આપું છું: જો તમે એક પગલું ભરશો; અમે તમારા માટે બે ડગલાં ચાલીશું.
કોલસા અને સ્પેક્ટ્રમ કૌભાંડોથી ગરીબોને કોઈ જ ફાયદો થયો નથી. તેમ જ કોમનવેલ્થ ગેમ્સનો ફિયાસ્કો અને લૂંટફાટથી પણ તેમને કંઈ ખાસ મળ્યું નથી. દરેક વ્યક્તિ જાણે છે કે તેના લાભાર્થીઓ કોણ હતા. કોંગ્રેસની કહેવાતી ગરીબ તરફી રાજનીતિ અને 60 વર્ષના શાસનનું પરિણામ એ છે કે સંપૂર્ણ ગરીબી એ હજુ પણ આપણા માટે સૌથી મોટો પડકાર છે. એક ચતુર્થાંશ પરિવારો આશ્રય વિનાના છે. આ દેશના મોટી સંખ્યામાં નાગરિકો એવા છે કે જેમની માટે આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી અને રસ્તાઓ હજી પણ સૌથી મોટા ક્યારેય પુરા ના થયેલા સપનાઓ છે.
પહેલાની ગતિએ જો કામ કરીએ તો તમામ શાળાઓમાં શૌચાલય ઉભા કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં હજુ 50 વર્ષનો સમય લાગી જશે. અમે તેને શરૂઆતના ચાર મહિનામાં ઉપાડ્યું હતું અને આગામી થોડા મહિનામાં આ કાર્ય પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. શું ગરીબોના બાળકો આ સરકારી શાળાઓમાં ભણતા નથી?
કહેવાતા ગરીબ તરફી લોકો માત્ર રટણ જ કરી રહ્યા છે કે સબસિડીમાં લીકેજ છે. એલપીજી સબસિડી સીધી લક્ષ્યાંકિત વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે અમે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો; અમે છ કરોડ નાના વેપારીઓ અને વ્યવસાયોને ધિરાણ આપવા માટે મુદ્રા બેંક શરૂ કરી છે, જેમાંથી 61% અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીના લોકો છે. અમે ગરીબો અને સીમાંત, વૃદ્ધો અને ઓછી આવક ધરાવતા લોકો માટે વ્યાપક સામાજિક સુરક્ષા યોજના લઈને આવ્યા છીએ. અમે યુવાનો કે જેમને અમે મેક ઇન ઈન્ડિયા જેવી પહેલ દ્વારા નોકરીઓ આપવા માટે પ્રતિબદ્ધ છીએ તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે કૌશલ્ય વિકાસ મંત્રાલયની સ્થાપના કરી છે, . ભૂતકાળમાં, દેશમાં બેરોજગારી અને નીચી વૃદ્ધિવાળી અર્થવ્યવસ્થા જોવા મળી હતી.
આ તો માત્ર થોડાક જ ઉદાહરણો છે. પાછલા 60 વર્ષોમાં આ વસ્તુઓ કેમ કરવામાં નહોતી આવી? તેમને કોણે રોક્યા હતા? તદુપરાંત, જો કોંગ્રેસ દ્વારા ચૂંટણીની પૂર્વસંધ્યાએ આ કામ કરવામાં આવ્યું હોત તો તેને ગરીબ તરફી કહેવામાં આવ્યું હોત. અને કારણ કે અમે ‘યોગ્ય સમય’ ની ગણતરી કર્યા વિના શરૂઆતમાં જ તે બરાબર રીતે કરી નાખ્યું છે તો તેની કોઈ નોંધ જ લેવામાં આવતી નથી.
વિપક્ષની, ખાસ કરીને કોંગ્રેસની ચિંતા એ નથી કે અમે ગરીબ તરફી નથી. તેમની ચિંતા એ છે કે તેઓ ખુલ્લા પડી રહ્યા છે. લોકો તેમને પૂછે છે કે, “જો મોદી સરકાર 6-9 મહિનામાં આ વિચારી અને કરી શકતી હોય, તો તમે 60 વર્ષમાં કેમ વિચારી અને કરી શક્યા નહિ?” કારણ સાવ સરળ છે – તેઓએ આ દરેક નાનામાં નાના કામ માટે પણ ચૂંટણીની રાહ જોઈ હશે.

સંસદના ચાર અર્થપૂર્ણ સત્રો માટે હું તમામ પક્ષો અને સંસદના સભ્યોનો આભાર માનું છું. સંસદના બંને ગૃહો દ્વારા કુલ 36 બિલ પસાર કરવામાં આવ્યા છે. એકંદરે, બંને ગૃહોની ઉત્પાદકતા સારી હતી. લોકસભાએ નિર્ધારિત સમયના 123.45% કામ કર્યું છે, જ્યારે રાજ્યસભાની ઉત્પાદકતા 106.79% રહી છે.
મે, 2014માં અમે કાર્યભાર સંભાળ્યા પછીના સંસદના ચાર સત્રોમાંથી આ બજેટ સત્ર ઘણી બધી બાબતોમાં સૌથી મહત્વપૂર્ણ અને લાભદાયી રહ્યું છે. પક્ષો અને સંસદના સભ્યોના સમર્થનથી સરકારે એ બાબત દર્શાવી છે કે અમે ખુલ્લા અને નીતિ આધારિત શાસન તરફ આગળ વધી રહ્યા છીએ. કોલસા અને અન્ય ખનિજ ક્ષેત્રોમાં વટહુકમોને બદલવા માટેના બે ખરડા પસાર થવા એ બજેટ સત્રનું એકમાત્ર અને નોંધપાત્ર પરિણામ છે. આ સાથે જ, કોલસા અને બિન-કોલસા ખનિજોની ફાળવણીમાં સરકારની ‘કુખ્યાત વિવેકબુદ્ધિ’ કે જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ તરફ દોરી જતી હતી તેનો અંત આવ્યો છે. અમારા પ્રામાણિક ઈરાદાઓને સમર્થન આપવા બદલ અમે પક્ષકારોનો આભાર માનીએ છીએ.
આ બંને કાયદાઓ પારદર્શક શાસન અને મહત્વના કુદરતી સંસાધનોની કાર્યક્ષમ ફાળવણીના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે, અને તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે ખાસ કરીને જયારે દેશ ઝડપી આર્થિક વિકાસ કરવાની ઈચ્છા ધરાવે છે ત્યારે. વીમા કાયદા (સુધારા) બિલ પસાર થવું એ સત્રના આ ભાગનું અન્ય એક મહત્ત્વનું પરિણામ હતું. આખરે, મૂડી-ભૂખ્યા વીમા ક્ષેત્રમાં એફડીઆઈમાં વધારાને સક્ષમ કરતો આ મહત્વપૂર્ણ કાયદો સાત વર્ષના લાંબા વિલંબ પછી મંજૂર કરવામાં આવ્યો છે. અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ (કર અમલીકરણ) બિલ, 2015 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે, જે કાળા નાણાને કાબૂમાં લેવા અને પુનઃપ્રાપ્ત કરવા માટે લેવામાં આવેલ અન્ય એક ઐતિહાસિક પહેલ છે.
હું આપણા ખેતરોમાં રહેતા મારા ભાઈઓ અને બહેનોને ખાતરી આપવા માંગુ છું કે મારી સરકાર જરૂરિયાતની આ ઘડીમાં શક્ય તમામ મદદ કરશે. કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ પહેલાથી જ જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા બહાર નીકળી ગયા છે. મેં વિડીયો કોન્ફરન્સ દ્વારા અને રાજ્યોમાં મારી મુલાકાતો દરમિયાન પણ આ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અનાજ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનો સંતોષકારક પુરવઠો મળી રહે તેની ખાતરી કરવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરશે. હાલમાં, માંગના સંદર્ભમાં પુરવઠાની બાજુ સંતોષકારક છે. આમ છતાં, સંગ્રહખોરી, વચેટિયા લોકો દ્વારા અતિશય નફો મેળવવો અને સટ્ટાકીય વર્તણુક એ ગંભીર મુદ્દાઓ છે. રાજ્ય સરકારોને સંગ્રહખોરો અને કાળાબજાર કરનારાઓ સામે કડક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. મને પૂરો વિશ્વાસ છે કે રાજ્યો અને કેન્દ્રના સંયુક્ત પ્રયાસો પરિણામ લાવશે.
હું ફરીથી એ બાબતનું પુનરુચ્ચારણ કરું છું કે સરકારની નીતિ એ માત્ર સબસિડીના કાર્યક્ષમ વહીવટ દ્વારા લીકેજ ઘટાડવાની છે. આ દિશામાં, પહલ (PAHAL), કે જે LPGમાં નાણાં હસ્તાંતરિત કરવા માટેનો વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ છે, તે પ્રોત્સાહક પરિણામો દર્શાવી રહ્યો છે. ગીવ-ઇટ-અપ ચળવળ એ સમૃદ્ધ એલપીજી ગ્રાહકોને સ્વૈચ્છિક રીતે એલપીજી સબસિડી છોડી દેવા માટે પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ છે. આ રીતે થયેલી બચત એ ગરીબોના લાભ માટે જશે. અમે તેનો ઉપયોગ ગરીબોના રસોડાની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરીશું, કે જેઓ હજુ પણ લાકડાના બળતણનો ઉપયોગ કરે છે અને લાકડાના -ધુમાડાથી સંબંધિત આરોગ્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે.
તેને ધ્યાનમાં રાખીને, અમે ઘણા બધા ફેરફારો કર્યા છે કે જે શ્રમિક દળની સલામતી, સુરક્ષા અને સુખાકારીની ખાતરી આપે છે. મેં શ્રમેવ જયતે નામના પેકેજ તરીકે આવી પહેલ શરૂ કરી. અમે આ વર્ષના બજેટમાં EPF અથવા નવી પેન્શન યોજના અને ESI તેમજ અન્ય સ્વાસ્થ્ય વીમા યોજના વચ્ચેની પસંદગી કરવામાં સરળતા આપવાની દિશામાં પણ કેટલાક ફેરફારો લાવ્યા છે. અમે શ્રમિકોને EPFની રકમ ન ચૂકવવા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છીએ. વધુ રોજગાર નિર્માણ કરવા માટે, અમે કેટલાક શ્રમ કાયદાઓ પણ હળવા બનાવ્યા છે કે જે શ્રમને વધુ સુરક્ષા પ્રદાન કર્યા વગર જ વ્યવસાયને બોજારૂપ બનાવતા હતા. અમે એપ્રેન્ટિસશીપ એક્ટમાં સુધારો કર્યો છે જેથી કરીને આપણા કર્મચારીઓમાં વધુ નવી પ્રતિભાઓને સામેલ કરી શકાય. આ રીતે, અમે આ બાબતમાં સર્વગ્રાહી અને સંતુલિત દૃષ્ટિકોણ લઈ રહ્યા છીએ અને લેતા રહીશું.
તમારે લોકસભાની ચૂંટણી પછી યોજાયેલી તમામ ચૂંટણી દરમિયાન મતદાન કરનારા લોકોના ચુકાદાનું સન્માન કરવું જોઈએ. ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ જમ્મુ અને કાશ્મીરની રાજ્યની ચૂંટણીઓ હોય કે પછી આસામ, પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓના કિસ્સા લો. આ બધી જ જગ્યાએ ભાજપ છે. હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે અમે વિવિધ રાજ્યો, શહેરો અને ગામડાઓમાં રહેતા દેશના લોકોના પ્રેમ અને વિશ્વાસનો સંપૂર્ણ આનંદ માણી રહ્યા છીએ.
જો કે, આપણે મોટા ચિત્રને ભૂલવું જોઈએ નહીં. સમકાલીન રાજકીય પરિપ્રેક્ષ્યમાં જમ્મુ અને કાશ્મીરમાં આ ગઠબંધન એ સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. તેનામાં લોકોની ભાગીદારી અને સુશાસનના માધ્યમથી આપણી સૌથી મુશ્કેલ રાષ્ટ્રીય સમસ્યાઓમાંથી એકને ઉકેલવાની ક્ષમતા રહેલી છે.
મેં દેશના લોકોને પણ અપીલ કરી છે કે તેઓ પૂર્વોત્તરના લોકોનું સન્માન કરે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ હેતુ સાથે, અમે પૂર્વોત્તરમાં ડીજીની પરિષદનું આયોજન કર્યું. આ તો માત્ર શરૂઆત છે. મને વિશ્વાસ છે કે અમારા પ્રયાસોથી આપણા દેશનો પૂર્વોત્તર વિસ્તાર રાષ્ટ્રીય વિકાસની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર તરીકે ઉભરી આવશે.