પીએમઇન્ડિયા
Gujaratiidપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામનારી રહેઠાણની યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. છત્તીગઢના નયા રાયપુર ખાતે યોજાયેલા એક સમારંભમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટરનો શિલાન્યાસ કરતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું તેમજ છત્તીસગઢની ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ પોલિસી – નવિનીકરણ અને ઉદ્યોગસાહસિકતા નીતિનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર બનાવવામાં અસમર્થ લોકોને મદદ કરશે. તેમણે કહ્યું કે આ યોજના માત્ર ઈન્ફાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા પૂરતી સીમિત નથી, પરંતુ તે ગરીબોનાં સપનાંઓને હકીકતમાં પરિવર્તિત કરવાનું માધ્યમ બનશે. શ્રી મોદીએ જણાવ્યું કે આ યોજનાથી આર્થિક પ્રવૃત્તિઓ વેગ પકડશે. તેમણે તમામ રાજ્યોનાં સ્થાનિક એકમોને યોજનામાં સક્રિય બનીને ભાગ લેવા નેતૃત્વ સંભાળવા આહ્વાન પણ કર્યું હતું. તેમણે આ યોજના, વર્ષ 2022 સુધીમાં સહુને ઘર ઉપલબ્ધ કરાવવાની પોતાની પ્રતિબદ્ધતાની દિશામાં ભરાયેલું પગલું ગણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ નવિનીકરણ અને ઉદ્યોગસાહસિકતા અંગેની નીતિ માટે છત્તીસગઢ સરકારને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે છેલ્લાં 50 વર્ષોમાં જે દેશોએ નવિનીકરણ પર ભાર મૂક્યો તે દેશોને લાભ થયો છે અને તેમની અર્થવ્યવસ્થા સમૃદ્ધ બની છે. તેમણે કેન્દ્ર સરકારની કૌશલ્ય વિકાસ અને મુદ્રા યોજના જેવી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
અગાઉ પ્રધાનમંત્રીએ સત્ય સાંઈ બાબાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને માનવતાની સેવામાં પ્રતિબદ્ધ શ્રી સત્ય સાંઈ સૌભાગ્યમ – સેન્ટર ફોર હ્યુમન ડેવલપમેન્ટ તેમજ શ્રી સત્ય સાંઈ સંજીવની સેન્ટર ફોર ચાઈલ્ડ હેલ્થ કેરનું ઉદ્ઘાટન કરતી તકતીનું અનાવરણ કર્યું હતું.
UM/J.Khunt
Only talking about demographic dividend won't do. Our youth must have skills and must be job creators: PM @narendramodi in Chhattisgarh
— PMO India (@PMOIndia) February 21, 2016
Skill development brings so many opportunities for the youth. MUDRA Yojana is creating new entrepreneurs & helping existing ones grow: PM
— PMO India (@PMOIndia) February 21, 2016
For economic progress there is private & public sector. But the third & crucial one that I am attaching importance to is personal sector: PM
— PMO India (@PMOIndia) February 21, 2016
After so many years also, there are people who don't have a house, nor can they build one. We want to change this: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 21, 2016
Schemes inaugurated in @Naya_Raipur are not merely creation of infrastructure. They are a means for the poor to fulfil their aspirations.
— Narendra Modi (@narendramodi) February 21, 2016
Pradhan Mantri Awas Yojana will positively impact many lives & give a boost to our dream of 'Housing for All.' pic.twitter.com/78jknbGJcc
— Narendra Modi (@narendramodi) February 21, 2016
Chhattisgarh's innovation & entrepreneurship policy reaffirms why innovation is key to economic prosperity. https://t.co/apF7YkRcVW
— Narendra Modi (@narendramodi) February 21, 2016
Unveiled a statue of Sathya Sai Baba. pic.twitter.com/vpjYpcyGIj
— Narendra Modi (@narendramodi) February 21, 2016
Sri Sathya Sai Sowbhagyam & Sri Sathya Sai Sanjeevani Centre for Child Health Care are great efforts to improve lives of youth & children.
— Narendra Modi (@narendramodi) February 21, 2016