Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નોઈડામાં

પ્રધાનમંત્રી નોઈડામાં  <b

પ્રધાનમંત્રી નોઈડામાં  <b


પ્રધાનમંત્રીએ દલિતો, આદિવાસીઓ અને મહિલાઓમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ પહેલનો શુભારંભ કર્યો

5100 ઈ-રીક્ષાનું વિતરણ, રિક્ષા ચાલકો અને તેમના પરિવારોની સાથે પ્રધાનમંત્રીની ‘ચાય પે ચર્ચા’

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ પહેલનો શુભારંભ કર્યો, જેનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મહિલાઓમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલમાં એ શ્રેણીઓના ઓછામાં ઓછા બે ઈચ્છીત ઉદ્યમીઓને લોન પૂરી પાડવાની પરિકલ્પના કરવામાં આવી છે. આના અંતર્ગત 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીનું ધિરાણ અપાશે. આ અવસર પર 5100 ઈ-રિક્ષાનું વિતરણ પણ કરાયું.

પ્રધાનમંત્રીએ બાબૂ જગજીવન રામની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી અને વિભિન્ન અધિકારીક પદો પર રહેનાર અત્યંત મહત્વપૂર્ણ સમયમાં તેમના મહાન યોગદાન અને રાષ્ટ્રની સેવાનું સ્મરણ કર્યું.

નોકરી ઈચ્છનારાઓને નોકરી આપનારામાં તબદીલ કરવાના તેમના વિઝનની બાબતમાં વિસ્તારથી જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્ટેન્ડ અપ ઈન્ડિયા પહેલથી દલિતો અને આદિવાસીઓના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ યાત્રા હજુ વધુ ઝડપથી મજબૂત ત્યારે થશે, જ્યારે આની પટકથા ગરીબો દ્વારા લખાશે. તેમણે આ અવસર પર ઉપસ્થિત લોકોને પોતાના બાળકો, ખાસ કરીને બાલિકાઓને શિક્ષિત કરવાનો આગ્રહ કર્યો.

આ પહેલા પ્રધાનમંત્રીએ ‘ચાય પે ચર્ચા’ દરમિયાન કેટલાક લાભાર્થીઓના પરિવારો સાથે વાતચીત કરી. લાભાર્થીઓને એ જણાવ્યું કે ઈ-રિક્ષા કેવી રીતે તેમના જીવનને બહેતર બનાવશે. પ્રધાનમંત્રીએ ખાસ ભાર આપતા તેને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે તેઓ પોતાના બાળકોને શિક્ષિત કરશે.

પ્રધાનમંત્રીએ એક ઈ-રિક્ષા બુક કર્યું અને મંચ તરફ થોડી દૂર સુધી ઈ-રિક્ષાની સવારી પણ કરી અને સાથે જ સેલફોન દ્વારા આ સવારીની ચૂકવણી પણ કરી.

AP/J.Khunt/GP