પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ તેમજ જળવાયુ પરિવર્તનના મુદ્દા પર પેરિસમાં 30 નવેમ્બર, 2015ના રોજ યોજાઈ રહેલી વાર્ષિક કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી-21) સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ફ્રાંસ્વા ઓલાંદની સાથે સંયુક્ત રૂપથી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની બેઠકની મેજબાની કરશે. ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ‘મિશન ઇનોવેશન’ એટલે કે ‘મિશન નવાચાર’માં પણ ભાગ લેશે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું, ‘પેરિસ માટે રવાના થઈ રહ્યો છું. ત્યાં હું સીઓપી-21 સંમેલનમાં ભાગ લઈશ. શિખર સંમેલનમાં અમે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનથી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.
સીઓપી-21માં ભારતીય પૈવેલિયનનું ઉદ્ઘાટન કરીશું, જે પ્રકૃતિ, પર્યાવરણની સાથે ભારતના લગાવ અને જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઓછો કરવા માટે કટિબદ્ધતાને દર્શાવશે.
રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ અને હું, સંયુક્ત રૂપથી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની બેઠકની મેજબાની કરીશું. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ‘મિશન ઈનોવેશન’માં પણ હું ભાગ લઈશ.
UM/J.Khunt/GP
Leaving for Paris, where I will join @COP21. In the Summit, we will deliberate on crucial issues relating to environment & climate change.
— Narendra Modi (@narendramodi) November 29, 2015
At the @COP21 will inaugurate India Pavilion, showcasing India's harmony with nature, environment & commitment to mitigate climate change.
— Narendra Modi (@narendramodi) November 29, 2015
President @fhollande & I will jointly host a meeting of International Solar Alliance. Will also attend 'Mission Innovation' hosted by @POTUS
— Narendra Modi (@narendramodi) November 29, 2015