પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જબલપુરમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ આ દુઃખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે એમ પણ નોંધ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને સહાય કરી રહ્યું છે.
શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના પ્રત્યેક વારસદારને રૂપિયા 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મધ્યપ્રદેશના જબલપુરમાં બોટ પલટી જવાથી થયેલી જાનહાનિ અત્યંત પીડાદાયક છે. આ દુઃખદ દુર્ઘટનામાં જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
PMNRFમાંથી મૃતકોના પ્રત્યેક પરિવારજનોને રૂપિયા 2 લાખની સખાવતી સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવામાં આવશે: PM”
The loss of lives due to the capsizing of a boat in Jabalpur, Madhya Pradesh, is extremely painful. I extend my condolences to those who have lost their loved ones in this tragic mishap. Praying for the speedy recovery of the injured. The local administration is assisting those…
— PMO India (@PMOIndia) May 1, 2026
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com