Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ દુમકા ખાતે યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પ ખાતે પ્રધાનમંત્રીનું સંબોધન


વ્હાલા ભાઈઓ અને બહેનો,

અહીંથી લઇને દોઢ કિલોમીટર સુધી માનવ મહેરામણ નજરે પડે છે. શું તેમને સંભળાતું હશે? હું દુમકા ખાતે પ્રથમ વખત આવ્યો છું છતાં અહીંનો નજારો કંઇક અલગ જ જોવા મળી રહ્યો છે. અહીં જે સ્થિતિ જોવા મળી રહી છે તે એ બાબતને દર્શાવે છે કે હવે ઝારખંડે વિકાસના માર્ગને સંપૂર્ણ રીતે આવકાર્યો છે અને તે દિશામાં આગળ વધે છે. ઝારખંડના નાગરિકોના મનમાં પણ વિકાસ પ્રત્યેનો વિશ્વાસ વધારે દ્રઢ બન્યો છે. હું હમણા અન્ય એક કાર્યક્રમથી અહીં આવ્યો છું. જ્યારે એ કાર્યક્રમ અંગે મેં વિચાર કર્યો ત્યારે મારા મનમાં હતું કે કોઇ એક એકાદ ઓરડામાં લગભગ 50 – 100 લોકો વચ્ચે કદાચ એ કાર્યક્રમ યોજાવાનો હશે, પરંતુ ત્યાં પણ આવો જ માનવ મહેરામણ જોવા મળ્યો હતો. હું આપના આ પ્રેમ અંગે હૃદયપૂર્વક આપ સહુનો ખૂબ ખૂબ આભાર માનું છું, આપ સહુનું અભિનંદન પણ કરું છું.

આજે અહીં અનેક યોજનાની સાથે એમાં મને સહકાર આપવાનો અને જનતા-જનાર્દનના આશિર્વાદ લેવાની પણ તક મળી શકી છે. આજે બીજી ઓક્ટોબર છે, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મજયંતીનો પર્વ છે. દેશ કોના માટે ચાલવો જોઇએ, હું સમજું છું કે મહાત્મા ગાંધીથી મોટું કોઇ નામ નહીં હોઇ શકે, જેમણે આપણને ગરીબોની સેવા કરવા માટેની પ્રેરણા આપી અને આજે મહાત્મા ગાંધીની જન્મ જયંતીએ મને અહીંના ગરીબ, પીડિત, શોષિત, વંચિત, મારા આદિવાસીઓ, મારા પાછળ રહી ગયેલા ભાઈ-બહેન તેમના માટેની કેટલીક યોજનાઓ વખતે હાજર રહેવાની તક મળી છે. કોઇ કલ્પના પણ નહીં કરી શકે કે આટલા ઓછા સમયમાં ઝારખંડ વિકાસની નવી ઉંચાઈઓને પાર કરી શકે છે, કોઇ આવી કલ્પના પણ નહોતું કરી શકતું. દરેક ઝારખંડવાસીને ગર્વ થશે કે હમણા હમણા જ વિશ્વબેન્ક દ્વારા ઝારખંડની પ્રશંસા કરવામાં આવી છે. નહીં તો કદાય વિશ્વ બેન્કને પણ ખબર નહીં હોત કે ઝારખંડ નામનું કોઇ રાજ્ય પણ છે અને અહીં કોઇ લોકો પણ વસવાટ કરે છે. એક સમય હતો કે ઝારખંડ વેપાર કરવા માટેના સ્થળોની યાદીમાં સૌથી છેલ્લા ક્રમે આવતું હતું. પછી ઝારખંડે એવો કૂદકો માર્યો કે આજે તે એ યાદીમાં 29મા ક્રમાંકથી હટીને ત્રીજા ક્રમાંકે આવીને ઉભું રહ્યું છે. સમગ્ર દેશ માટે હું ઝારખંડના મુખ્યમંત્રીને, તેમના મંત્રીમંડળના દરેક સભ્યને, તેમની સરકારના દરેક અધિકારીને અને ઝારખંડની જનતાને કોટી કોટી અભિનંદન કરું છું, ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. તમે ખરેખર અદભૂત કાર્ય કર્યંં છે.

કોઇ રાજ્ય સરકાર આટલા નિર્ણય કરીને, એક પછી એક પગલું ભરીને આ પ્રકારથી પોતાની સ્થિતિ મજબૂત બનાવી શકે તે કદાચ કોઇ રાજ્ય વિચારી પણ નહીં શકે જે ઝારખંડે કરી બતાવ્યું છે. અને એટલા માટે જ આપ સહુ અભિનંદન મેળવવાના હકદાર છો. આજે અહીં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સમાજના એવા લોકોને પૈસા આપવામાં આવી રહ્યા છે જેમણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેઓ ક્યારેક શાહુકારના ચક્કરથી છુટી શકશે. કોઇ ઓટોરિક્શાવાળા માટે કે જે ભાડેથી ઓટોરિક્શા ફેરવે છે. રોજના 200 રૂપિયા ભાડાં તરીકે આપે છે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ક્યારેક કોઇ એવી સરકાર આવશે કે જે એની પાસે જઇને કહેશે કે તું તારી પોતાની રિક્શા લઇ લે, હવે તારે ભાડેથી રિક્શા ફેરવવાની કોઇ જરૂર નથી. અને આજે અહીં એ આપની સમક્ષ થયું છે. અમે ગત ચૂંટણી ઢંઢેરામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની જાહેરાત કરી હતી. આ દેશમાં નાના નાના લોકો કોઇ શાક વેચે છે, કોઇ વાળંદની દુકાન ચલાવતા હશે, કોઇ ધોબીની દુકાન ચલાવતા હશે, કોઇ ઓટો રિક્શા ચલાવતા હશે, કોઇ મજૂરી કરીને કામ કરતું હશે, કોઇ કપડાંની દુકાન પર સિલાઇ કરતા હશે. કોઇ ગરીબ વિધવા ઘરમાં કોઇકને કોઇક સામાન બનાવીને વેચતી હશે. કોઇ પોતાના ઘરમાં બે-ચાર મહેમાનોને જમાડીને પેઇંગગેસ્ટ બનાવી પોતાની રોજીરોટી રળતા હશે. અગણિત કરોડો લોકો, નાના નાના લોકો, પરંતુ જ્યારે તેમને જરૂર પડે ત્યારે પૈસા લેવા જાય તો તેમના માટે બેન્કના દરવાજા બંધ થઇ જતા હતા. તેઓ બેન્કના આંગણા સુધી જવાનો વિચાર પણ કરી શકે તેમ નહોતા. અને આજે હું હિન્દુસ્તાનની દરેક બેન્કના કર્મચારીઓનો અભિનંદન કરવા ઇચ્છું છું. તેમના પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું કે તેમણે ગરીબો તરફ નજર કરી છે. તેઓ ગરીબો માટે આગળ આવ્યા છે. જનધનના ખાતાં ખોલ્યા છે અને સમગ્ર દેશમાં કરોડો લોકો કે જેમણે ક્યારેય બેન્કનો દરવાજો પણ નહોતો જોયો તેમના બેન્ક ખાતાં પણ ખુલી ગયા. હવે આપણે એક પગલું આગળ વધીએ, ખાતાં તો ખુલી ગયા છે, હવે બેન્કનો કારોબાર પણ આગળ વધવો જોઇએ અને તેમાંથી જ પ્રધાનંત્રી મુદ્રા યોજનાનો જન્મ થયો છે.

તમને પોતાનો વેપાર ચલાવવા માટે બેન્ક દ્વારા જુદી જુદી લોન મળી શકે તેમ છે, નાણાં મળી શકે તેમ છે. તમે શાહુકારને ત્યાં જશો તો 24 ટકા, 30 ટકા વ્યાજ આપવું પડે છે. વ્યાજનું પણ વ્યાજ ચૂકવવું પડે છે. 100 રૂપિયા લઇએ તો અગાઉથી 10 રૂપિયા કાપીને 90 રૂપિયા મળે છે, 20 રૂપિયા કપાત લઇને 80 રૂપિયા આપે છે અને સામાન્ય નાગરિક ક્યારેય પણ શાહુકારના વ્યાજથી મુક્તિ મેળવી શકતો નથી. તેના માથે વ્યાજનો બોજો વધતો જ રહે છે. આ મુદ્રા બેન્ક યોજના દ્વારા, પ્રધાનમંત્રી મુદ્રા બેન્ક યોજના દ્વારા એવા લોકો કે જેઓ પોતાના વેપારને આગળ વધારવા ઇચ્છે છે, કામને આગળ લઇ જવા માગે છે. એક જગ્યા પર દુકાન છે, બાળકો મોટા થયા છે અને બીજી દુકાન કરવી છે. એક જગ્યાએ શાકભાજી વેચવા માટે બેસે છે પરંતુ લાગે છે કે લારી આવી જાય કે લારી મળી જાય તો અનેક સ્થળોએ ફરીને વધારે શાકભાજી વેચી શકે તેમ છે. સાયકલ મળી જાય તો આ કામ કરશું ઓટો રિક્શા મળી જાય તો પેલું કામ કરશું, જેમના જેમના મનમાં આવા સ્વપન હતાં તેમનાં સપનાં પૂરા કરવાનો પ્રયાસ અમે કર્યો છે. અને તમને જાણીને આનંદ થશે કે આ બધા લોકો સામાન્ય લોકો છે. તેમણે પોતાનો મોટાભાગનું જીવન ગરીબાઈમાં જ વિતાવ્યું છે. જો ઘરમાં કોઇ બીમાર પડી જાય તો દવા લેવા માટે નથી જઇ શકતા કારણ કે ઘરમાં નાણાં નથી, એવા પણ પરિવાર છે અને તાજેતરના સમયમાં અંદાજે 42 લાખ લોકોને આ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ પહોંચાડવામાં આવ્યો છે, લગભગ 26 હજાર કરોડ રૂપિયા.

જે લોકો અમને ગરીબોના વિરોધી ગણાવે છે તેમને તો 26 હજાર કરોડ લખતા પણ નથી આવડે. 26 પછી કેટલા મીંડા લગાવવામાં આવે ત્યારે 26 હજાર કરોડ થાય છે તેની જાણકારી પણ નહીં હોય અને આવા લોકોને નાણાં આપવામાં આવ્યા છે અને તે અંગેની વિશેષતા શું છે? પહેલા તો જો તેઓ કોઇ બેન્કમાં ધિરાણ મેળવવું હોય તો ગેરંટી જોઇએ, કોઇનું મકાન હોવું જોઇએ, ગાડી હોવી જોઇએ ત્યાર પછી તેના બદલામાં નાણાં મળી શકે તેમ હતા. અમે કહ્યું કે બિચારા ગરીબ લોકો ક્યાંથી આ બધુ લાવશે અને જો લેવા પણ જશે તો અડધા પૈસા પણ માગી લેવામાં આવશે, તો આખરે તેઓ કરશે શું? સરકારે નવા નિયમ બનાવ્યા કે ગરીબોથી આવી કોઇ પ્રકારની ગેરન્ટી લેવામાં નહીં આવે. તેમને એક વખત નાણાં આપવામાં આવશે તો મને વિશ્વાસ છે કે ગરીબ એક એક રૂપિયો ચૂકતે કરી દેશે.

કોઇ પણ ગરીબ ક્યારેય બેન્કના રૂપિયા પોતાની પાસે નહીં રાખે અને જ્યારે પણ તે કમાશે ત્યારે જરૂરથી પોતે લીધેલું ધિરાણ પરત કરશે, આ મારો ગરીબો પ્રત્યેનો વિશ્વાસ છે કારણ કે હું તેમની વચ્ચે રહીને ઉછર્યો છું, મોટો થયો છું. મેં તેમને નજીકથી જોયા છે, મેં ગરીબોની અમીરી પણ જોઇ છે, મેં ગરીબોની ઇમાનદારી પણ જોઇ છે અને તેમની આ ઇમાનદારીના વિશ્વાસે જ આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના લઇને આવ્યો છું. આવનારા દિવસોમાં આ યોજના વધારે ચાલશે અને સૌથી મોટી ખુશીની બાબત એ છે કે જે આ 42 લાખ લોકોને નાણાં આપવામાં આવ્યા છે તેમના માટે હું આજે ગર્વથી કહી શકું છું કે આ 42 લાખ લોકોમાંથી 20 લાખ, આ આંકડો નાનો નથી. 20 લાખ લોકો કે જેમને નાણાં મળ્યાં છે તે આપણી માતાઓ છે. બહેનો છે, મહિલાઓ છે. તેનાથી મોટું મહિલા સશક્તિકરણ કોઇ ના હોઇ શકે. જો મહિલા પાસે આર્થિક સ્થિતિ મજબૂત બની જાય તો તે નિર્ણય પ્રક્રિયામાં પોતાની મેળે ભાગીદાર બની જાય છે. દિકરો પણ માતાને પૂછવા લાગે છે, પતિ પણ પોતાની પત્નીને પૂછવા લાગે છે, ઘરની અંદર તેમની એક તાકત સર્જાય છે અને આપણી માતાઓ-બહેનોની શક્તિનો ઉપયોગ રાષ્ટ્રની વિકાસયાત્રામાં તેમની ભાગીદારીથી વધારે મજબૂત બનશે અને આ કામ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી શક્ય બન્યું છે.

અગાઉ બેન્કથી ધિરાણ મેળવવામાં આવતું હતું ત્યારે જેટલું ધિરાણ લેવામાં આવતું તે દિવસથી તેનું વ્યાજ શરૂ થઇ જતું હતું. હવે માનો કે 50 હજાર રૂપિયા લીધા હોય તો પહેલા મહિને મુશ્કેલીથી 10 હજાર રૂપિયા ખર્ચ કર્યા હોય તો પણ વ્યાજ તો પૂરેપુરા 50 હજારનું જ ચૂકવવું પડે અને મોટાભાગના લોકોને એવી લાગતું પણ નહોતું. એવું લાગે છે ભાઈ, 50 હજાર લીધા છે તો મારે વ્યાજ તો આપવું જ પડશે. આ વખતે અમે યોજના બદલી નાખી છે, ગરીબોની ભલાઈ માટે યોજનામાં નવો રૂપ લાવ્યા છે. અમે કહ્યું કે આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ તેમને એક ડેબિટ કાર્ડ આપવામાં આવશે. તેમની લોન 50 હજારની મંજૂર થઇ હશે. જો તેઓ આજે 50 હજાર ઉપાડવા ઇચ્છશે તો ઉપાડી શકે છે પરંતુ વિચારશે કે હાલ 50 હજારની જરૂર નથી અને ફક્ત પાંચ હજાર ઉપાડવા છે તો તે ફક્ત પાંચ હજાર જ ઉપાડશે અને વ્યાજ પણ 50 હજારનો નહીં લાગે ફક્ત પાંચ હજાર રૂપિયાનો વ્યાજ લાગશે. આ કામ અમે કર્યું છે. ગરીબોની એક એક વાતની ચિંતા આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે જે ગરીબોને આ પૈસા મળી રહ્યાં છે, તેઓ તો કામ કરશે જ પણ સાથે સાથે પોતાનું કામ વધારવા માટે કોઇકને કોઇક ગરીબને પણ પોતાને ત્યાં કામે રાખશે, નોકરીએ રાખી લેશે. ગામમાં, નાના નાના શહેરોમાં લોખો ગરીબ યુવાઓને આ કારણે રોજગારીની તકોનું નિર્માણ થશે અને તેમની રોજગારી શરૂ થઇ શકશે. એક એવી આર્થિક વ્યવસ્થા જે સમાજના નીચલા વર્ગને સમર્થ બનાવશે અને એક વખત હિન્દુસ્તાનનો આ નીચલો વર્ગ તાકતવર બનશે, આર્થિક સમૃદ્ધિવાળો બનશે, આ પાયો મજબૂત બનશે તો હિન્દુસ્તાનનો આર્થિક વિકાસ ઝડપથી ઉંચે જશે અને આગળ વધશે આ મારો વિશ્વાસ છે.

આજે મને અહીં ગરીબ માતાઓને ગેસ સિલિન્ડર આપવાની તક મળી જે લોકો ગરીબોના નામે રાજનીતિ કરતા રહે છે ચૂંટણી આવતા જ ગરીબોના ગીત ગાવા લાગે છે. ગરીબ-ગરીબ..એ નામની માળા જપવાનું શરૂ કરી દે છે. 60 વર્ષ થઇ ગયા મારા ભાઈઓ અને બહેનો પણ તેમને ક્યારેય વિચાર નથી આવ્યો કે એક ગરીબ માતા પોતાનાં સંતાનો માટે જમવાનું કેવી રીતે બનાવતી હશે, તે લાકડાં ક્યાંથી લાવશે, ચૂલો કેવી રીતે સળગશે, તેની એ નાનકડી જગ્યામાં કેટલો ધૂમાડો થશે અને એ ગરીબ માતાનાં સંતાન ધૂમાડાથી રડતાં હશે. જમવાના પણ હોશ રહેતા નથી. આ અવસ્થા મેં મારા બાળપણમાં જોઇ છે અને આજે પણ અનેક ગરબોને ત્યાં નિહાળું છું. લાકડાંના ચૂલાથી રોટલી બનાવતાં બનાવતાં એ માતા પણ બીમારીગ્રસ્ત બની જાય છે અને બીજી તરફ આ ગરીબોના નામે વાત કરનારાઓ જેમની પાસે ગાડીઓ છે, બંગલા છે, ખુશહાલી છે, આ સરકાર તેમના ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે ગરીબોના ખજાનાથી પૈસા લઇને તેમને સબસિડી આપતી રહી અને આ લોકો પણ ગેસ સિલિન્ડરની સબસિડી લેવામાં કોઇ નાનપ નહોતા અનુભવતા હતા. મેં તેમને એક વિનંતી કરી. મેં કહ્યું કે ભાઈ, હવે તમે કમાણી કરો છો, તો શું તમે પોતાના ગેસ સિલિન્ડરની સબસિડી છોડી ના શકો. આ 150-200-250 રૂપિયામાં શું મુક્યું છે, છોડી દો. મેં વિનંતી કરી, ખૂબ હળવી વિનંતી હતી કારણ કે મને પણ ભય હતો કે ખબર નહીં મારી વાતનો કેવો અર્થ કાઢવામાં આવશે. કારણ કે આપણા દેશ એવો છે કે જ્યાં કોઇને પણ કંઇક કહેવું એટલે મોટો ગુનો માનવામાં આવે છે. તેમ છતાં મેં હિમ્મત કરી, મેં એટલું જ કહ્યું કે હું આપને પ્રાર્થના કરું છું કે તમે પોતાની ગેસ સબસિડીને છોડી છો અને મેં એ કહ્યું કે હું આ બધુ એટલા માટે નથી કહેતો કે મારે સરકારી ખજાનાના પૈસા બચાવવાના છે. મેં કહ્યું કે હું એટલા માટે કહું છું કે મારે એ ગરીબ માતાને ગેસ સિલિન્ડર આપવું છે જેનાં ઘરમાં લાકડાંનાં ચૂલાથી આંખો જતી રહી છે, બાળકો રડી રહ્યાં છે, બાળપણ રડવામાં વીતી રહ્યું છે. હું તેમના ઘરમાં ખુશહાલી લાવવા ઇચ્છું છું. આ ગેસ સિલિન્ડર હું એ ગરીબોના ઘરમાં આપવા માગુ છું અને હું આ દેશના એ લાખો પરિવારોને નમન કરું છું, હું એ લાખો પરિવારોને અભિનંદન કરું છું. મારી આ નાનકડી વાતને તેમણે સ્વીકારી અને મારા દેશને 31 લાખ, આ કોઇ નાની સંખ્યા નથી. 31 લાખ લોકો એવા છે કે જેઓ આગળ આવ્યા અને કહ્યું કે તેઓ પોતાની ગેસ સિલિન્ડરની સબસિડી છોડવા તૈયાર છે.

અને આ સિલિન્ડરની સબસિડી કોઇ અન્યને આપવી જોઇએ. આપણા દેશમાં લેવા માટે તો દરેક તૈયાર છે પરંતુ આપણા દેશમાં છોડવા માટેની તાકત પણ છે. કોઇ કહે તો ખરાં, મેં કહીને જોયું. એક સમય હતો કે આજે જે મહાપુરુષની જન્મ જયંતી છે લાલ બહાદુર શાસ્ત્રી 02 ઓક્ટોબર જેમની જન્મજયંતી છે. 1965ના યુદ્ધના સમયે તેમણે દેશવાસીઓને જણાવ્યું કે એક સમયનો ભોજન સપ્તાહમાં જમવાનું ત્યજી દો અને તેમની એ વાતને દેશવાસીઓએ સ્વીકારી લીધી હતી અને સપ્તાહમાં એક સમય માટે ભોજનનો ત્યાગ કર્યો હતો. હું એવા વૃદ્ધોને ઓળખું છું કે જેઓ લાલબહાદુર શાસ્ત્રીની વાતને આજે પણ પાળી રહ્યા છે. લાલ બહાદુર શાસ્ત્રીના કહેવાથી આ દેશના લોકોએ એક સમયના ભોજનનો ત્યાગ કર્યો હતો. મેં પ્રાર્થના કરી, લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરીને પ્રાર્થના કરી હતી. મહાત્મા ગાંધીનું સ્મરણ કરીને પ્રાર્થના કરી હતી. અને આજે હું ખુશ છું કે મારા દેશનાં 31 લાખ લોકોએ ગેસ સિલિન્ડર સબસિડી છોડી દીધી છે, હજુ સુધી તેમાંથી 18 લાખ ગરીબ પરિવારોને ગેસ સિલિન્ડરનું એક્સચેન્જ તેમને આપવામાં આવ્યું છે. બાકીનાઓ માટે કામ ચાલી રહ્યું છે. આટલું જ નહીં પણ જેમણે ગેસ સિલિન્ડર છોડી છે તેમને પણ જણાવવામાં આવી રહ્યું છે કે કોઇ એક ગામમાં કોઇ ગરીબ પરિવારને તમારો ગેસ સિલિન્ડર મળવાનું છે ત્યારે તેમને પણ ખુશી થાય છે. રહેતા મહારાષ્ટ્રમાં હશે અને ગોવાના કોઇ ગરીબ પરિવારને જ્યારે તે પહોંચે છે ત્યારે આનંદ થાય છે. અને સમગ્ર વ્યવસ્થા કોમ્પ્યુટરાઇઝ્ડ છે. આવનારા દિવસોમાં વધારેને વધારે ગરીબ પરિવારોને આ પ્રકારની રાહત પહોંચાડવામાં આવશે.

આજે અહીં હું ખાસ કરીને ઝારખંડના મુખ્યમંત્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. સરકારની, ભારત સરકારની એક કંપની અને ઝારખંડ બન્ને સરકારોને કારણ કે જ્યારે ગેસ સિલિન્ડર ઘરમાં લગાવવામાં આવે છે ત્યારે સગડી પણ લાવવો પડે છે. તેની સાથે અનેક બીજા નાના મોટા સાધન લાવવા પડે છે. તે બધી વસ્તુઓનો ખર્ચ અંદાજે અઢી હજારથી લઇને પોણા ત્રણ હજાર સુધી થયા પામે છે. મને ખુશી છે કે આજે અહીં જે પાંચ હજાર લોકોને ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યાં છે તેમની સગડીનો ખર્ચ ભારત સરકારની કંપની અને રાજ્ય સરકાર સાથે મળીને આપવાની છે અને તે માટે કોઇ ખર્ચ પણ થવાનો નથી.

આ દેશની અંદર એક તાકત પડેલી છે. એની એ તાકતને ઓળખવાનો મેં પ્રયાસ કર્યો છે અને એ તાકતે મારું સમર્થન કર્યું છે. અને એના કારણે જ આજે એ સંભાવના થઇ છે કે દેશના લાખો ગરીબ પરિવારો સુધી ગેસ સિલિન્ડર પહોંચાડીને તેઓ જે જીવન ગુજારવા મજબૂર હોય છે, ચૂલામાં લાકડા નહીં જશે તો તેના કારણે આપણા જંગલ પણ બચશે, જંગલ બચશે તો પર્યાવરણ બચી શકશે અને જ્યારે પર્યાવરણની રક્ષા થશે તો સૌથી વધારે આનંદ જો કોઇને થશે તો તે મહાત્મા ગાંધીને થશે કારણ કે પર્યાવરણની રક્ષા માટે તેઓ કોઇ સમાધાન કરતા નહોતા. સમગ્ર જીવન તેમણે આ પ્રકારે જ જીવ્યું હતું જેમાં પળે પળ પર્યાવરણની રક્ષા થતી હતી. મહાત્મા ગાંધીને સૌથી વધારે ખુશી થશે જ્યારે આ જંગલ બચશે, આ લાકડાં જે કપાઈને ચૂલામાં જતા હતા તે બચશે અને તેના કારણે મહાત્મા ગાંધીને આનંદ થશે.

આજે એક અન્ય મહત્વપૂર્ણ કાર્ય અહીં થઇ રહ્યું છે અને તે માટે પણ હું સરકારને અભિનંદન પાઠવું છું. જેમાં અહીંના આ વિસ્તાર આ સંથાલ પરગણા તેની પોતાની એક વિશેષતા રહેલી છે. તે વિશેષતાઓની જાણકારી દેશને થવી જોઇએ. મલુટીના મંદિરમાં સદીઓ અગાઉ ટેરાકોટાનું કેટલું સરસ કામ થયું છે. કેવા પ્રકારની રચનાઓ બની છે. સમયની સાથે બધુ લુપ્ત થઇ ગયું છે, કેટલુંક બચ્યું છે, કેટલુક ઉત્ખનન સાથે બહાર આવે છે. આજે તે યોજનાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં ભારત સરકારનું યોગદાન રહેશે, રાજ્ય સરકારનું યોગદાન રહેશે અને આ એક એવું ઐતિહાસિક સ્થળ ફરી પુનર્જીવિત થશે, પ્રવાસનનો ક્ષેત્ર બનશે અને વિસ્તારના યુવાનોને રોજી રોટી મળી શકશે. અહીંની કીર્તિ પ્રથા ફરીથી ફેલાશે. પ્રાચીન ઈતિહાસ ફરીથી એક વખત આપણને ગૌરવ અપાવશે. આ પ્રકારના કામનો પ્રારંભ થશે.

ભાઈઓ-બહેનો, હું આ ત્રણ કાર્ય માટે મારી જાતને સૌભાગ્યશાળી માનું છું કે મને તેમાં સામેલ થવાની તક મળી શકી. આજે બીજી ઓક્ટોબર છે, મહાત્મા ગાંધીની જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે. હું દરેકને આગ્રહ કરું છું કે તેઓ ઓછામાં ઓછી ખાદી ખરીદે. દરેક વસ્તુ ખાદીની રાખો, ખાદીનું વેચાણ વધશે, ગરીબોના ઘરમાં સુખના દિવસો આવશે, હું વિશ્વાસ કરું છું કે આપ સહુ એ કાર્યને આગળ વધારશો. મારી આપથી પ્રાર્થના પણ છે કે જ્યારે આપ સહુ આ સભા મંડપથી જશો ત્યારે કોઇ કચરો છોડીને નહીં જઇએ. કોઇ બોટલ, કોઇ પ્લાસ્ટીક, કોઇ કાગળ નહીં છોડીએ બધુ સાથે લઇ જઇશું, લઇ જશો ને? બધા સાથે બતાવશો તો જાણ થશે. અહીં કોઇ ગંદકી છોડીને નહીં જઇએ. જુઓ આપણે આદત નાખવી પડશે. જો ગાંધીજીના સપનાં સાકાર કરવા હશે, સ્વચ્છ ભારત બનાવવું છે તો પહેલા આપણે આદત નાખવી પડશે. હું આશા રાખું છું કે જ્યારે આપ સહું અહીંથી જશો, હું અહીંના વ્યવસ્થાપકોને પણ આગ્રહ કરીશ કે અહીં કોઇ કચરો નહીં રહેવો જોઇએ. એક દાખલો બેસાડીએ, લોકોને લાગવું જોઇએ કે હિન્દુસ્તાનના નાગરિકોએ હવે ભારતને સ્વચ્છ બનાવવાનો નિર્ધાર કરી લીધો છે. સંકલ્પ કરી લીધો છે. હું આ વાત માટે આપ સહુને અનેક અનેક શુભકામના આપું છું., ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારી સાથે પૂરી તાકતથી બોલો, બન્ને હાથોની મુઠ્ઠી બંધ કરીને પૂરી શક્તિથી બોલીએ ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.

AP/J.Khunt/GP