પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે કેનેડાનાં પ્રધાનમંત્રી શ્રી જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ પારસ્પિક હિતના વિકાસ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું, ખાસ કરીને આબોહવામાં ફેરફાર પર. પ્રધાનમંત્રી મોદીએ પેરિસ સમજૂતીના અમલીકરણને આગળ વધારવા ભારતની કટિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ ચાલુ વર્ષે કેનેડિયન કન્ફેડરેશનની 150મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી ટ્રુડોને અભિનંદન આપ્યા હતા. તેમણે કેનેડા સાથે દ્વિપક્ષીય જોડાણના વિવિધ ક્ષેત્રોમાં સંપૂર્ણ પ્રગતિની પ્રશંસા કરી હતી.
બંને નેતાઓ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા સંચાર અને સહકાર જાળવી રાખવા સંમત થયા હતા.
TR
PM’s telephonic conversation with Prime Minister @JustinTrudeau of Canada. https://t.co/lgGyGwDrIf
— PMO India (@PMOIndia) June 19, 2017
via NMApp