Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ વદરાડમાં શાકભાજી માટેનાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લામાં વદરાડમાં શાકભાજી માટેનાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની મુલાકાત લીધી હતી.

તેમને કેન્દ્ર સરકારની વિવિધ સફળતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેઓએ વીડિયો લિન્ક મારફતે કચ્છ જિલ્લામાં કુકમામાં ખજૂરનાં વૃક્ષો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ઇઝરાયલે કૃષિ ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને દેશમાં પરિવર્તનનો પવન કેવી રીતે લાવી શકાય એ દર્શાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં તકનીકનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતુ કે વર્ષ 2022 સુધીમાં ભારત ખેડૂતોની આવક બમણી કરવા કેવી રીતે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, કૃષિમાં સિંચાઈ અને નવીન પદ્ધતિઓ પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે.

RP