Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદી જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબેને મળ્યાં


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 નવેમ્બર, 2019નાં રોજ ભારત-આસિયાન શિખર સંમેલનનાં પ્રસંગે આજે જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે અલગથી મુલાકાત કરી હતી. બંને નેતાઓ છેલ્લાં ચાર મહિનામાં ત્રણ વાર મળ્યાં છે. અગાઉ એમની મુલાકાત સપ્ટેમ્બર, 2019માં વ્લાદિવોસ્તોકમાં થઈ હતી.

આજની મુલાકાતનાં પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ શ્રી આબેને જાપાનનાં સમ્રાટની તાજેતરમાં થયેલી તાજપોશી માટે અભિનંદન આપ્યાં હતાં અને આ સમારંભમાં રાષ્ટ્રપતિ રામાનાથ કોવિંદ ઉપસ્થિત હોવાની વાતને યાદ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ ભારત-જાપાન વચ્ચે વાર્ષિક શિખર સંમેલન માટે આગામી મહિને ભારતમાં પ્રધાનમંત્રી આબેનું સ્વાગત કરવા માટે આતુર છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ભારત-જાપાનની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધારે ગાઢ બનાવવામાં આગામી વાર્ષિક શિખર સંમેલનની સફળતાને લઈને તેઓ આશ્વસ્ત છે.

બંને નેતાઓએ ભારત અને જાપન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકોનાં માધ્યમથી આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું સ્વાગત કર્યું હતું. બંનેએ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ યોજનામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને યોજનાનાં ઉચિત અમલ પ્રત્યે પોતાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું.

શ્રી મોદી અને શ્રી આબે આ મહિનાનાં અંતે ભારતમાં પ્રારંભિક 2+2 વિદેશી અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે આયોજિત બેઠકને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેઓ સંમત થયા હતાં કે, આ સંવાદથી બંને દેશો વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે મદદ મળશે.

બંને નેતાઓએ મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઇન્ડો-પેસિફિક રિજન માટે પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓ ભારત પ્રશાંત વિસ્તારની સાથે વિકાસશીલ દેશોની શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનાં સંયુક્ત ઉદ્દેશો માટે દ્વિપક્ષીય સહયોગને વધારે મજબૂત બનાવવા માટે સંમત થયા હતાં.