Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી રિયો ઓલિમ્પિક્સ માટે જઈ રહેલા એથલિટ્સને મળીને શુભેચ્છાઓ પાઠવશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રિયો દ જાનેરિયોમાં યોજાનારી આગામી ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા એથલિટ્સ (રમતવીરો)ને મળશે.

શ્રી નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ખાતે ઓલિમ્પિકના રમતવીરોને મળશે. અત્યાર સુધીમાં 13 રમતો માટે આશરે 100 જેટલા રમતવીરો રિયો ઓલિમ્પિક્સ માટે લાયક ઠર્યા છે.

પ્રધાનમંત્રી ખેલાડીઓ સાથે અનૌપચારિક વાતચીત કરશે અને તેમને વિશ્વની સૌથી મોટી રમતગમતની સ્પર્ધામાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવશે.

J.Khunt