Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી રિયો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને મળ્યા, ટ્વિટર પર ફોટા મૂક્યા અને જુસ્સો વધાર્યો

પ્રધાનમંત્રી રિયો ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને મળ્યા, ટ્વિટર પર ફોટા મૂક્યા અને જુસ્સો વધાર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક વિશિષ્ટ અને અભૂતપૂર્વ પહેલ કરી હતી. તેઓ આજે આગામી રિયો ઓલિમ્પિક્સમાં જુદી જુદી રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર 60 ખેલાડીઓને વ્યક્તિગત રીતે મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ ઉત્કૃષ્ટ દેખાવ કરવા દરેક ખેલાડીનો જુસ્સો વધાર્યો હતો. તેમણે કેટલાક ખેલાડી સાથે અનૌપચારિક વાતચીત પણ કરી હતી. પછી આ ખેલાડીઓએ તેમના મોબાઇલ ફોનમાં પ્રધાનમંત્રી સાથે સેલ્ફી લીધી હતી.

દિવસના અંતે પ્રધાનમંત્રીએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર દરેક ખેલાડીઓ સાથે પોતાના ફોટો મૂક્યા હતા અને આ ખેલાડીઓને ભારત માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છા પાઠવી હતી તથા તેમનો જુસ્સો વધાર્યો હતો.

કેટલાક રમતવીરોએ પ્રધાનમંત્રીની આ પહેલની પ્રશંસા કરી હતી અને પ્રધાનમંત્રી સાથે પોતાની સેલ્ફી મૂકીને પ્રતિસાદ આપી તેમનો આભાર માન્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ તેમાંની કેટલીક ટ્વિટને રિટ્વિટ કરી હતી, જેમાં બોક્સર મનોજ કુમાર અને રેસલર યોગેશ્વર દત્ત સામેલ છે.

AP/J.Khunt/GP