પીએમઇન્ડિયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટાએ આજે લિસ્બનમાં શેમ્પાલીમો ફાઉન્ડેશનની સંયુક્તપણે મુલાકાત લીધી હતી.
શેમ્પાલીમો ફાઉન્ડેશન ખાનગી બાયોમેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન છે. તે કેન્સરની અત્યાધુનિક સારવાર પ્રદાન કરે છે અને અત્યાધુનિક કેન્સર સંશોધનને ટેકો આપે છે. તે તબીબી સારસંભાળમાં સંપૂર્ણપણે નવો અભિગમ ઓફર કરે છે, જે કુદરત સાથે ગાઢ રીતે જોડાયેલ, પર્યાવરણને અનુકૂળ એવા સંશોધન અને નવીનતા સાથે રોજિંદી સારવાર સાથે સંકલિત છે.
કેન્દ્રની ડિઝાઇન ભારતના પ્રસિદ્ધ આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાએ બનાવી છે, જેમાં નદી અને સમુદ્રને ધ્યાનમાં રાખીને ટ્રોપિકલ ગાર્ડન, પુષ્કળ સૂર્યપ્રકાશ જેવી ખાસિયતો છે.
ફાઉન્ડેશન ભારત અને પોર્ટુગલ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સમન્વય પ્રસ્તુત કરે છે.
આ સંસ્થા કેન્સરના સંશોધન અને સારવાર પ્રત્યે પ્રતિબદ્ધ છે, જેમાં સંપૂર્ણ વિકાસના સિદ્ધાંતને મહત્વ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી સંપૂર્ણ અને સર્વાંગી વિકાસને ઘણી વકત પ્રાધાન્ય આપે છે. કેન્સરના દર્દીઓ વિશિષ્ટ પદ્ધતિ હેઠળ સારવાર મેળવે છે, જેમાં તેઓ પ્રકૃતિ સાથે જોડાય છે અને કેમોથેરપી સહિત આધુનિક મેડિકલ સારવાર પણ મેળવે છે.
એન્ટોનિયો શેમ્પાલીમો વિઝન એવોર્ડની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી, જેનો ઉદ્દેશ આંખની સારસંભાળ અને વિઝનમાં સંશોધન ક્ષેત્રે પ્રદાન કરવાનું હતું. તેના પ્રથમ વર્ષમાં ભારતીય સંસ્થા અરવિંદ આઈ કેર સિસ્ટમે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો હતો.
આ ફાઉન્ડેશનમાં 42 દેશોના 300 સંશોધકો કામ કરે છે, જેમાં 3 સંશોધકો ભારતના છે.
શેમ્પાલીમો ફાઉન્ડેશને હૈદરાબાદની પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ કર્યું છે. શેમ્પાલીમો ફાઉન્ડેશનમાં વિદેશી દર્દીઓમાંથી સૌથી વધુ દર્દીઓ ભારતના છે.
પ્રધાનમંત્રીએ શેમ્પાલીમો ફાઉન્ડેશનમાં વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી અને ભારતીય સંશોધકો સાથે સંક્ષિપ્ત આદાનપ્રદાન કર્યું હતું.
TR