Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી લોકસભામાં : જીએસટી એ ટીમ ઈન્ડિયાનું પરિવર્તન તરફનું મહાન કદમ છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુડઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી)ને “ટીમ ઈન્ડિયાના મહાન વિજય”, “પરિવર્તન તરફના મહાન કદમ” અને “પારદર્શકતા તરફના મહાન કદમ” તરીકે ઓળખાવ્યો છે. લોકસભામાં જીએસટી બિલ ઉપરની ચર્ચામાં તેઓ દરમિયાનગીરી કરી રહયા હતા.

પ્રધાનમંત્રીએ એ બાબતની નોંધ લીધી કે -8 મી ઓગસ્ટ-, તેમણે 1942ના એ દિવસની યાદ અપાવી હતી કે આ દિવસે મહાત્મા ગાંધીએ ભારત છોડો ચળવળનું એલાન આપ્યું હતું. તેમણે કહ્યું કે આજે, દેશ ટેક્સ ટેરરીઝમમાંથી મુક્તિ તરફ કૂચ કરશે.
તેમણે જીએસટીના ત્વરિત પારિત થવાને કોઈ રાજકિય પક્ષની નહીં પણ ભારતના લોકશાહીના વિજય સમાન ગણાવ્યો હતો.
ગુડઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) અંગે જે ચર્ચા અને વાર્તાલાપ થયો તેને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે શ્રીમતી સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘને એની ચર્ચા માટે બોલાવ્યા હતા. તેમણે એ બાબતની નોંધ લીધી હતી કે તેઓમાંના એક લોકસભાના સાંસદ છે અને બીજા રાજ્યસભાના સાંસદ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જીએસટી અંગે સર્વાનુમતિ દર્શાવે છે કે ભારતમાં રાષ્ટ્રનીતિ રાજ્યનીતિની ઉપર છે. (રાષ્ટ્રીય મુદ્દાઓ રાજનીતિથી પર છે.)

પ્રધાનમંત્રીએ કહ્યું કે જીએસટી દ્વારા આપણે કરવેરામાં એકરૂપતા લાવવા માગીએ છીએ. નવી વ્યવસ્થામાં ગ્રાહક સર્વોચ્ચ સ્થાને રહેશે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે જીએસટીએ રેલવેની જેમ, ઓલ ઈન્ડિયા સર્વિસીસની જેમ અને ભારતનેટ અને સાગરમાલાની જેમ જીએસટી પણ એક ભારતના હારમાંનું મોતી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જીએસટી દ્વારા આપણે કરવેરામાં એકરૂપતા લાવવાનો ઈરાદો ધરાવીએ છીએ. તેમણે ઉમેર્યું કે નવી વ્યવસ્થામાં ગ્રાહક કેન્દ્ર સ્થાને રહેશે. તેમણે કહ્યું કે માણસો, યંત્રો, સામગ્રી, અને મિનીટસ (સમય)નો વિવેકપૂર્ણ ઉપયોગ સબળ આર્થિક નીતિના સિધ્ધાંતમાં કેન્દ્ર સ્થાને હોવા જોઈએ, જીએસટી તે હાંસલ કરવામાં સહાયક બનશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જીએસટીની તાકાત ટેકનોલોજીમાં હોવાથી તે આપણને રીયલ ટાઈમ ડેટા મેળવવામાં સહાયક બનશે. તેમણે કહ્યું કે મોટાભાગની બાબતો કે જે ફૂગાવાને અસર કરી શકે છે તેને જીએસટીના વ્યાપની બહાર રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે જીએસટી કલેકશનમાં ભ્રષ્ટાચાર અને અને કલેકશનના ખર્ચને રોકવામાં સહાયક બનશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે જીએસટીથી નાના બિઝનેસનો પણ અદ્દ્ભૂત વિકાસ થશે અને તે જીએસટીને કારણે પોતાને સલામત અનુભવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર ગરીબોના આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ તરફ ધ્યાન આપી રહી છે, જેથી આપણે ગરીબી નાબૂદ કરી શકીએ.

J.Khunt/TR/GP