પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ નવી દિલ્હીમાં રશિયાના ઉપ પ્રધાનમંત્રી શ્રી દમિત્રિ રોગોજિનની આગેવાની કરી. શ્રી દમિત્રિ રોગોજિનની સાથે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ભારત રશિયાની સાથે રણનીતિક અને વિશેષ ભાગીદારીને સર્વોચ્ચ મહત્વ આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ નજીકના ભવિષ્યમાં પોતાની રશિયા યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સાથે ઉપયોગી અને ઐતિહાસિક વાર્ષિક શિખર સંમેલન પ્રત્યે આશાન્વિત છે અને આનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધુ ઉચ્ચ સ્તરે પહોંચશે.
J.Khunt/GP