પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિંજો આબેની એનએસએસ 2016ના અવસર પર મુલાકાત થઈ. જાપાનના સાથે ખાસ સામરિક અને વૈશ્વિક ભાગીદારીના સંદર્ભમાં બંને દેશોના પ્રધાનમંત્રીઓ વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ પરિસ્થિતિમાં વિચાર-વિમર્શ કરાયા. પ્રધાનમંત્રી અબેએ ડિસેમ્બર, 2015ની ભારતની પોતાની દ્વિપક્ષીય યાત્રા દરમિયાન ઉત્કૃષ્ટ આતિથ્ય માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ દરમિયાન તેમની વારાણસી યાત્રા અવિસ્મરણીય હતી.
પ્રધાનમંત્રી અબેએ સ્વીકાર કર્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતીય અર્થવ્યવસ્થા હવે વૈશ્વિક વિકાસના ઈંજનના રૂપમાં કાર્ય કરી રહી છે.
બંને નેતાઓએ પ્રધાનમંત્રી અબેની યાત્રા દરમિયાન લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરી અને તેમાં તીવ્ર ગતિથી અમલીકરણ પર સંતોષ પણ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી અબેએ જાણકારી આપી કે વારાણસીમાં સંમેલન કેન્દ્ર પરિયોજનાને આગળ વધારવા માટે જાપાનથી એક સર્વેક્ષણ અભિયાન દળ મે માસમાં ભારત આવશે. બંને નેતાઓએ આગામી વ્યાપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાના ઉપાયો પર પણ વિચાર-વિમર્શ કર્યો.
પ્રધાનમંત્રીએ ઈન્ટરનેશનલ ફ્લીટ રીવ્યૂમાં જાપાનની મજબૂત ભાગીદારી માટે પ્રધાનમંત્રી અબેનો આભાર માન્યો.
બંને નેતાઓએ આતંકવાદના નિરંતર જોખમ પર પણ વિચાર-વિમર્શ કર્યા અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આનો સામનો કરવા માટે પસંદગીનો દૃષ્ટિકોણ અપનાવવાથી બચવાની આવશ્યકતા પર પણ ભાર મુક્યો. તેમણે આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મુદ્દાઓની પણ સમીક્ષા કરી.
પ્રધાનમંત્રી અબેએ કહ્યું કે આ વર્ષે પ્રધાનમંત્રી મોદીની દ્વિપક્ષીય જાપાન યાત્રાને લઈને ખૂબ જ આશાન્વિત છે.
J.Khunt/GP
Prime Ministers @narendramodi & @AbeShinzo meet in Washington DC & deliberate on further deepening India-Japan ties. pic.twitter.com/2AbCOMtaF5
— PMO India (@PMOIndia) April 1, 2016