પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (એપ્રિલ 01, 2016) વોશિંગ્ટન ડીસીમાં પરમાણુ સુરક્ષા સંમેલનના અવસર પર કેનેડાના પ્રધાનમંત્રી શ્રી જસ્ટિન ટ્રૂડો સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી ટ્રુડોના પદ ગ્રહણ કર્યા બાદથી બંને દેશોની વચ્ચે સંબધોમાં નવી ઊર્જા અને ગતિશીલતા આવી છે. તેમણે આર્થિક ક્ષેત્રમાં સંબંધોને આગળ વધારવાની સંભાવનાઓ પર પણ ભાર મુક્યો. પ્રધાનમંત્રીએ પાછલા વર્ષે કેનેડાની પોતાના યાત્રા દરમિયાન કેનેડાના પેન્શન ફંડના અધિકારીઓ સાથે થયેલી પોતાની મુલાકાતનું સ્મરણ કરતાં કહ્યું કે આમાંથી કેટલાક ભંડોળનું ભારતમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે.
કેનેડાના પ્રધાનમંત્રીએ એનએસએસના રાત્રિ ભોજન દરમિયાન પ્રધાનમંત્રી મોદીના વિચારો માટે તેમને શુભકામના પાઠવી. તેમણે કહ્યું કે ભારત અને કેનેડા પરમાણુ-અપ્રસારની દિશામાં નેતૃત્વ સંભાળી શકે છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ અક્ષય ઉર્જાની દિશામાં ભારતના અથાગ પ્રયાસો પર પણ ચર્ચા કરી. તેમણે સ્માર્ટ શહેરો, શહેરી બુનિયાદી માળખા અને કૌશલ વિકાસ જેવા એ ક્ષેત્રોનો પણ ઉલ્લેખ કર્યો જ્યાં કેનેડા ભવિષ્યમાં ભારતની સાથે મજબૂત સહયોગ વધારી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ હાઈડ્રોકાર્બનના ક્ષેત્રમાં ભારતની પ્રગતિશીલ નીતિનો ઉલ્લેખ કર્યો અને કોલસા ગૈસીકરણ તેમજ કોલસાના ભૂમિગત ખનનના ક્ષેત્રોમાં કેનેડા પાસે સહયોગની પણ અપીલ કરી.
પ્રધાનમંત્રી ટ્રૂડોએ ભારતની યાત્રા માટે પ્રધાનમંત્રી મોદીના નિમંત્રણનો સ્વીકાર કર્યો.
એનએસએસના અવસર પર, પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કૈમરૂન સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓએ પાછલા વર્ષે શ્રી નરેન્દ્ર મોદીની બ્રિટન યાત્રાનું સ્મરણ કર્યું અને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશોની વચ્ચે સંબંધ વધુ ઉંડા અને મજબૂત થઈ ચૂક્યા છે. વિચાર-વિમર્શ દરમિયાન રક્ષા સહયોગ પર પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે બ્રિટન ખાસ કરીને રક્ષા ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયા પહેલમાં ભારતની સાથે સહભાગી બની શકે છે. બને નેતાઓની વચ્ચે વીઝા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ.
J.Khunt/GP
Canadian connect...today's meetings commence with an interaction with Canada's PM @JustinTrudeau. Both PMs discuss India-Canada relations.
— PMO India (@PMOIndia) April 1, 2016
Enhancing a vibrant partnership...PM @narendramodi & PM @David_Cameron talk India-UK ties. @Number10gov pic.twitter.com/P4a1BWAftt
— PMO India (@PMOIndia) April 1, 2016
A Summit that has brought together several nations to discuss a subject of great importance. pic.twitter.com/I4jPxvOZFc
— PMO India (@PMOIndia) April 1, 2016
NSS is about a commitment to making our world safer & creating a better tomorrow for future… https://t.co/C52c4bBCHd
— Narendra Modi (@narendramodi) April 1, 2016
There have been enriching interactions and discussions on Nuclear Security during #NSS2016. pic.twitter.com/7ZXmwojfBn
— Narendra Modi (@narendramodi) April 1, 2016
Was indeed wonderful to meet you again @JustinTrudeau. The new energy & dynamism in India-Canada ties is gladdening. https://t.co/tWTKmmHleJ
— Narendra Modi (@narendramodi) April 1, 2016
My meeting with PM @David_Cameron focused on defence cooperation, @makeinindia & other key issues. pic.twitter.com/zFENJehD4U
— Narendra Modi (@narendramodi) April 1, 2016