પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોમવારે (9-5-2016) એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આધાર અને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરી.
બે કલાકની સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીને આધાર સંખ્યા બનાવવામાં પ્રગતિ, લાભકર્તાઓની ઓળખની પ્રક્રિયાને સરળ અને પ્રભાવી બનાવવા માટે આધાર સંખ્યામાં સત્તાવાર આંકડા સાથે જોડવા અને લાભાર્થીઓને સુવિધા પહોંચાડવા માટે યોગ્ય લક્ષ્ય સુનિશ્ચિત કરવા અંગે જાણકારી આપવામાં આવી. બેઠકમાં સૂચિત કરાયું કે વર્ષ 2015-16માં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા 30 કરોડથી વધુ લાભકર્તાઓને 61 હજાર કરોડ રૂપિયાથી વધુ વિતરણ કરાયા. આમાં 25 હજાર કરોડ રૂપિયા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (એમજીએનઆરઈજીએસ) અને 21 હજાર રૂપિયા પહેલ યોજના અંતર્ગત મંજૂર કરાયા.
પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ કાર્યક્રમના પરિણામસ્વરૂપ બધા જનકલ્યાણકારી કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ બચત થઈ છે. જેનાથી નકલી લાભકર્તાઓને દૂર કરવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા 1 કરોડ 60 લાખ થી વધુ નકલી રેશનકાર્ડની ઓળખ કરવામાં સફળતા મળી છે, જેનાથી પરિણામસ્વરૂપ 10 હજાર કરોડ રૂપિયા થી વધુની બચત સંભવ થઈ છે. આ પ્રકારથી વર્ષ 2015-16માં પહેલ યોજનામાં 3 કરોડ પચાસ લાખ નકલી લાભાર્થીઓને દૂર કરવાના ફળસ્વરૂપ 14 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (એમજીએનઆરઈજીએસ)માં પણ વર્ષ 15-16 માટે લગભગ દસ ટકા એટલે કે 3 હજાર કરોડ રૂપિયાની બચત થવાનું અનુમાન છે. કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ કાર્યક્રમ દ્વારા મહત્વપૂર્ણ બચત કરવામાં સફળતા મળી છે.
બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રૂટિ મુક્ત મંચ બનાવવાના મહત્વ પર ભાર આપ્યો અને લાભાર્થીઓને સમય પર લાભ પ્રાપ્ત સુનિશ્ચિત કરવા માટે કહ્યું. તેમણે બધા સંબંધિત વિભાગને નવી પ્રક્રિયાના પ્રારંભ થવા પર કોઈપણ લાભાર્થીને મુશ્કેલી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યું. પ્રધાનમંત્રીએ અધિકારીઓ સાથે પોતાની પ્રણાલીને મોટા પાયા પર લાગુ કરતાં પહેલા તેનું ધ્યાનપૂર્વક પરીક્ષણ કરવા માટે પણ કહ્યું.
બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વસંસેવી સંસ્થાઓની ઓળખ માટે એક વિશિષ્ઠ ઓળખકર્તા પ્રત્યે પ્રયાસોની જાણકારી પણ અપાઈ. નીતિ આયોગની દેખરેખ હેઠળની એનજીઓ દર્પણ પોર્ટલની સાથે હવે 71 હજારથી વધુ સ્વયંસેવી સંસ્થા નોંધાયેલી છે.
AP/J.Khunt/GP
Was given details on progress made in Aadhar & DBT programmes at a high level meeting last evening. pic.twitter.com/mqy4o1SQuS
— Narendra Modi (@narendramodi) May 10, 2016
You would be glad to know that in 2015-16, over Rs. 61,000 crore was distributed to 30 crore plus beneficiaries via Direct Benefit Transfer.
— Narendra Modi (@narendramodi) May 10, 2016
1.6 cr bogus ration cards have been deleted, causing savings of about Rs. 10,000 cr, an example of DBT weedding out duplicate beneficiaries.
— Narendra Modi (@narendramodi) May 10, 2016
Another instance- 3.5 cr duplicate beneficiaries were weeded out in PAHAL scheme resulting in savings of over Rs. 14,000 cr in 2014-15 alone
— Narendra Modi (@narendramodi) May 10, 2016
Urged officials to create error-free platforms that would ensure beneficiaries get their benefits on time & no inconvenience is caused.
— Narendra Modi (@narendramodi) May 10, 2016
These efforts are central to our aim of #TransformingIndia by eliminating corruption & strengthening systems. https://t.co/uJm7PLcLuV
— Narendra Modi (@narendramodi) May 10, 2016