Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઈરાનની પોતાની યાત્રા દરિયાન મીડિયા વક્તવ્ય (23 મે, 2016)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઈરાનની પોતાની યાત્રા દરિયાન મીડિયા વક્તવ્ય (23 મે, 2016)

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઈરાનની પોતાની યાત્રા દરિયાન મીડિયા વક્તવ્ય (23 મે, 2016)


મહામહિમ રાષ્ટ્રપતિ રૂહાની,

મિત્રો,

આપના ઉષ્માભર્યા અને બુદ્ધિમત્તાપૂર્ણ શબ્દો માટે મહામહિમ તમારો ધન્યવાદ.

તમે મને અને મારા પ્રતિનિધિમંડળનું જે આતિથ્ય સત્કાર કર્યું છે હું એના માટે તમારો આભારી છું. 1.25 અરબ ભારતીયો તરફથી હું ઈરાનના મૈત્રીપૂર્ણ લોકોને હાર્દિક શુભેચ્છા આપું છું. સદીઓથી ફારસી વિરાસતમાં સૌંદર્ય અને સમૃદ્ધિએ વિશ્વને ઈરાન તરફ આકર્ષિત કર્યું છે. મારા માટે ઈરાનની યાત્રા વાસ્તવમાં મોટા સૌભાગ્યની વાત છે.

મહામહિમ, ભારત અને ઈરાન નવા મિત્રો નથી, અમારી મિત્રતા ઈતિહાસ જેટલી જૂની છે. સદીઓથી આપણા સમાજ કળા, સ્થાપત્ય કળા, વિચાર અને પરંપરાઓ, સંસ્કૃતિ અને વાણિજ્યના માધ્યમથી જોડાયેલા છે. મિત્રો અને પડોસીના રૂપમાં એક બીજાની પ્રગતિ અને સમૃદ્ધિ, ખુશી અને દુઃખમાં આપણા સંયુક્ત રહ્યા છે. અમે એ ક્યારેય નથી ભૂલી શકતા કે જ્યારે મારા ગુજરાતમાં 2001માં ભીષણ ભૂકંપ આવ્યો હતો તો ઈરાન સહાયતા કરનારા પહેલા દેશોમાંનો એક હતો. આજ પ્રકારે ભારતને પણ ઈરાનની આપત્તિના સમયે ઈરાનના લોકોની સાથે ઉભો રહેવનું ગર્વ છે. હું ઈરાનના નેતૃત્વને તેમની દૂરંદેશી કૂટનીતિ માટે શુભેચ્છા આપું છું.

મહામહિમ,

આપણી પાછલી મુલાકાત 2015માં ઉફામાં થઈ હતી. તમારા નેતૃત્વમાં તમારા દ્રષ્ટિકોણની સ્પષ્ટતાએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. આજની અમારી બેઠકમાં અમે અમારા દ્વિપક્ષીય કાર્યક્રમોના આખા વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે ઉભરતી ક્ષેત્રિય સ્થિતિ અને સામાન્ય મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યો છે. અમારી ભાગીદારીની કાર્યસૂચી અને વિસ્તાર વાસ્તવમાં ઘણો મજબૂત છે. આજના નિષ્કર્ષ અને જે કરારો પર હસ્તાક્ષર થયા છે તેમણે અમારી વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય ખોલી દીધો છે. અમારી જનતાનું કલ્યાણ અમારા વ્યાપાક આધારવાળા આર્થિક સંબંધોનું માર્ગદર્શન કરી રહ્યું છે. વ્યાપાર સંબંધોનો વિસ્તાર, ઊંડું જોડાણ, તેલ અને ગેસ ક્ષેત્રમાં રેલવેની ભાગીદારી સહિત ખાતર, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્ર અમારા સમગ્ર આર્થિક કાર્યક્રમોને આગળ વધારી રહ્યા છે. ચાબહાર બંદરગાહ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખાના વિકાસના સંબંધમાં દ્વિપક્ષીય કરારો અને આ ઉદ્દેશ્ય માટે ભારતથી લગભગ 500 મિલિયન અમેરિકી ડોલરની ઉપલબ્ધતા એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન છે. આ પ્રમુખ પ્રયાસોથી આ ક્ષેત્રમાં આર્થિક પ્રગતિને પ્રોત્સાહન મળશે. અમે આજે હસ્તાક્ષરિત કરારોને જલ્દી લાગુ કરવા માટે પગલા ઉઠાવવા હેતુ પ્રતિબદ્ધ છીએ.

મિત્રો

આજે દિવસમાં અમે ભારત-ઈરાન અને અફઘાનિસ્તાનની ભાગીદારવાળા દ્વિપક્ષીય પરિવહન અને પારગમન સમજૂતી પર હસ્તાક્ષર કરવાના છીએ. આ એક ઐતિહાસિક અવસર હશે. આ ભારત-ઈરાન અને અફઘાનિસ્તાનને પરસ્પર જોડવા માટે નવા માર્ગ ખોલશે. ભારત અને ઈરાનના આ ક્ષેત્રમાં શાંતિ સ્થિરતા અને સ્મૃદ્ધિમાં પણ મહત્વપૂર્ણ ભાગીદારી છે. અમે ક્ષેત્રમાં અસ્થિરતા, કટ્ટરપંથ, નશીલી દવાઓની ઉચાપત અને સાઈબર અપરાધોના પડકારોનો સામનો કરવાની બાબતમાં નિયમિત રૂપથી વિચાર-વિમર્શ કરવા માટે પણ સહમત થઈ ગયા છીએ. અમે ક્ષેત્રિય અને સમુદ્રી સુરક્ષાની બાબતમાં અમારી રક્ષા અને સુરક્ષા સંસ્થાનો વચ્ચે વાતચીતને આગળ વધારવા પર પણ સહમતિ વ્યક્ત કરી છે.

મિત્રો, અમારા સંબંધોના ભૂતકાળનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ રહ્યો છે. રાષ્ટ્રપતિ રુહાની અને હું આપણા ગૌરવશાળી ભવિષ્ય માટે કાર્ય કરવામાં કોઈ કસર નહીં છોડીએ. અમારી મિત્રતા આપણા ક્ષેત્રમાં સ્થિરતાનું એક ઘટક હશે. હું આજે બાદમાં અમારા સંબંધોને વધુ આગળ વધારવા માટે ઈરાનના માનનીય સર્વોચ્ચ નેતાને મળવા માટે તત્પર છું.

મહામહિમ રૂહાની, હું તમારા કાર્યક્રમોના એજન્ડાને આગળ વધારવા માટે ભારતમાં આપનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું. અમે જ્યાં છીએ અને અમે ક્યાં હોઈ શકીએ છીએ તેની બાબતમાં ગાલિબે પોતાના શે’રમાં ખૂબ સુંદર વર્ણન કર્યું છે. હું આની સાથે પોતાનો શબ્દોને વિરામ આપું છું –

જનૂનત ગરબે નક્સે-ખુદ તમામ અસ્ત

જે-કાશી પા-બે કાશાન નીમ ગામ અસ્ત

(જેનો અર્થ છે, એકવાર કદાચ અમે મન બનાવી લઈએ તો કાશી અને કાશાનની વચ્ચેના તફાવત માત્ર અડધા પગલા જેટલું રહી જાય છે.)

મહામહિમ એકવાર ફરી હું આપને ઈરાન યાત્રા માટે આમંત્રિત કરવા પર ધન્યવાદ પાઠવું છું. હું આપ સૌને પણ ધન્યાવાદ આપું છું.

J.Khunt/GP