પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 12 જુલાઈ, 2018નાં રોજ સવારે સાડા નવ વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીવાય-એનઆરએલએમ) અને ડીડીયુ-જીકેવાય તથા આરએસઈટીઆઈ અંતર્ગત સ્વયં સહાય જૂથોનાં સભ્યો સાથે સીધો સંવાદ કરશે. આ સંવાદ પ્રધાનમંત્રીને સીધા સ્વયં સહાય જૂથો (એસએચજી)નાં સભ્યો પાસેથી ડીવાય-એનઆરએલએમ અંતર્ગત તેમણે શરૂ કરેલા વિવિધ કાર્યક્રમો, અભિયાનોએ તેમનાં જીવનને કઈ રીતે પ્રભાવિત કર્યું એ જાણવાની તક મળશે એવી આશા છે. આ સંવાદનનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ થશે અને એનઆઈસી પોતાનાં નેટવર્કનાં માધ્યમથી તેનું વેબકાસ્ટિંગ કરશે.
આ માટે પસંદ થયેલા લાભાર્થીઓમાં સામેલ છે – બિહારનાં દારૂબંધી આંદોલન, મકાઈ માટે વેલ્યુ ચેઇન અને માર્કેટિંગ, છત્તિસગઢનું ઇંટ નિર્માણ એકમ, ઝારખંડની બિઝનેસ કરસ્પોન્ડેન્ટ સખી અને આંબલી વેલ્યુ ચેઇન અને માર્કેટિંગ, મધ્યપ્રદેશમાં સેનેટરી નેપકિનનું ઉત્પાદન અને માર્કેટિંગ તેમજ ડીડીયુ-જીકેવાય, રાજસ્થાનનાં સોલર પેનલ અને લેમ્પ ઉત્પાદન અને માર્કેટિંગ, મહારાષ્ટ્રનાં પશુ સખી અને ડીડીયુ-જીકેવાય સાથે સંકળાયેલા સ્વયં સહાય જૂથોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમિલનાડુનાં દિવ્યાંગજનોનાં કલ્યાણ માટે યુક્તિઓ, તેલંગાણાનાં એસએચજીનાં નિર્માણ માટે બહારનાં સમુદાય સંસાધન વ્યક્તિ, જમ્મુ અને કાશ્મીરનાં ડેરી ફાર્મ અને ગુજરાતનાં લીમડાનાં બીજનો સંગ્રહ અને માર્કેટિંગ માટે રચાયેલા સ્વયંસહાય જૂથોનાં લાભાર્થીઓ પણ સંવાદમાં સામેલ થશે.
દીનદયાળ અંત્યોદય યોજના – એનઆરએલએમ મહિલા સશક્તિકરણ માટે સૌથી મોટા સંસ્થાગત મંચ સ્વરૂપે બહાર આવ્યું છે. આ અભિયાને અત્યાર સુધી 29 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 600 જિલ્લાઓમાં ફેલાયેલા તાલુકાઓમાં કામગીરી શરૂ કરી દીધી છે. મે, 2018 સુધીમાં 45 લાખ સ્વયં સહાયતા જૂથોમાં 5 કરોડથી વધારે મહિલાઓને સંગઠિત કરવામાં આવી છે. આ ઉપરાંત 2.48 લાખ ગ્રામીણ સંગઠનો અને 20,000 ક્લસ્ટર સ્તરનાં સંગઠનોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
***
J.Khunt
At 9:30 AM on 12th July, I will interact with those associated with women Self Help Groups across India. It would be wonderful to hear their experiences, especially how they are driving a positive change at the grassroots level. Watch it live on the NM App or on @DDNewsLive.
— Narendra Modi (@narendramodi) July 10, 2018