પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 અને 29 જુલાઈનાં રોજ લખનઉની મુલાકાત લેશે. તેઓ 28 તારીખે “ટ્રાન્સફોર્મિંગ અર્બન લેન્ડસ્કેપ” (શહેરી ભૂપરિદ્રશ્યમાં પરિવર્તન) વિષય પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થશે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારની શહેરી વિકાસ યોજના પહેલની ત્રીજી વર્ષગાંઠનાં પ્રસંગે કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત અને સ્માર્ટ સિટી યોજનાઓ સામેલ છે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે શહેરી વિકાસ અભિયાન પર આયોજિત એક પ્રદર્શન પણ જોવા જશે તથા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાનાં 35 લાભાર્થીઓને મળશે. તેઓ આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં વિવિધ શહેરોમાં રહેતાં આ યોજનાનાં લાભાર્થીઓ સાથે વીડિયો લિન્ક મારફતે તેમનાં અનુભવો પણ જાણશે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે શહેરી વિકાસ યોજના અંતર્ગત ઉત્તરપ્રદેશમાં ઘણી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે.
રાજ્યમાં રોકાણને આકર્ષવા અને ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવા માટે ઉત્તરપ્રદેશ સરકારે ફેબ્રુઆરી, 2018માં ઉત્તરપ્રદેશ રોકાણ સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં રાજ્યમાં નવીનીકરણીય ઊર્જા, માળખાગત ક્ષેત્રો, વીજળી, સૂચના પ્રૌદ્યોગિકી, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને પર્યટન વગેરે ક્ષેત્રમાં રૂ. 4.28 લાખ કરોડથી વધુ રોકાણનાં સમજૂતી કરાર (એમઓયુ) થયાં હતાં.
છેલ્લાં થોડાં મહિનાઓમાં રાજ્યમાં શહેરી વિકાસ સાથે જોડાયેલી 81 યોજનાઓ માટે લગભગ રૂ. 60,000 કરોડનાં રોકાણની દરખાસ્તો મળી છે. પ્રધાનમંત્રી 29 જુલાઈનાં રોજ લખનઉમાં આ યોજનાઓ માટે થનાર ભૂમિપૂજન સમારોહમાં સામેલ થશે.
RP