Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયર્લેન્ડના પ્રધાનમંત્રીને ભેટ આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયર્લેન્ડના પ્રધાનમંત્રી શ્રી એન્ડા કેનીને બે આઈરીશ અધિકારીઓ સાથે સંબંધિત ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારમાં ઉપલબ્ધ પાંડુલિ પીઓ અને દસ્તાવેજોના સંકલનની પ્રતિલિપીઓ ઉપહાર સ્વરૂપે ભેટ આપી. આ બંને આઈરીશ અધિકારી થોમસ ઓલ્ડહમ (1816 થી 1878) અને સર જ્યોર્જ અબ્રાહમ ગ્રીયરસન (1851 થી 1941) છે અને સંબંધિત પ્રતિલિપીઓ ભારતમાં કરાયેલા તેમના યોગદાનોના વિષયમાં છે.

થોમસ ઓલ્ડહમ 1916માં ડબલીનમાં જન્મ્યા હતા અને તેમને ભારતમાં ભૂગર્ભીય સંરક્ષણ કરવા માટે 1850માં ભૂગર્ભીય સર્વેક્ષકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની સેવાઓ બંગાળ સરકારને આધિન હતી. તેમણે માર્ચ, 1851માં કાર્યભાર સંભાળ્યો હતો અને તેમના કાર્યભાર સંભાળવાના દિવસને ભારતીય ભૂગર્ભીય સર્વેક્ષણના સ્થાપના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતનું પ્રથમ વ્યવસ્થિત કોલ મેપીંગ કરવાની સાથે તેમણે અન્ય ખનીજોની પણ આરંભિક મેપિંગ કરી હતી. તેમણે ભારતના જીવાશ્મો પર વિસ્તૃત લેખન કર્યું છે.

સર જ્યોર્જ અબ્રાહમ ગ્રીયરસન આઈરીશ નોકરશાહ અને ભાષાવિદ હતા. તેમણે 1898માં ભારતમાં પ્રથમ ભાષાઈ સર્વેક્ષણ કર્યું હતું. પછી 1903 – 1928 દરમિયાન આ સર્વેક્ષણ પ્રકાશિત થયું હતું. સર જ્યોર્જ અબ્રાહમ ગ્રીયરસનના ભારતીય ભાષાઈ સર્વેક્ષણે સૌથી પહેલા ઈન્ડો-આર્યન ભાષાઓનું વૈજ્ઞાનિક વર્ગીકરણ પ્રસ્તુત કર્યું હતું, જેના અંતર્ગત હિન્દી, ઉર્દૂ અને ઈન્ડો આર્યન ભાષાઓના અન્ય સ્વરૂપોની ભાષાઈ સ્થિતિ આધારિત છે. ડબલીનની ટ્રીનીટી કોલેજમાં ગણિતના છાત્ર હોવાની સાથો સાથ સર જોર્જ અબ્રાહમ ગ્રીયરસને સંસ્કૃત અને હિન્દીમાં પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા હતા. ઓક્ટોબર, 1813માં તેઓ બંગાળ ગયા. જ્યાં તેમણે 1898 સુધી સરકારી પદો પર કાર્ય કરીને ભાષા સંશોધનમાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું. તેમના બે અત્યંત મહત્વપૂર્ણ કાર્ય – ‘સેવન ગ્રામર્સ ઓફ ધ ડાયલેક્ટ્સ એન્ડ સબ-ડાયલેક્ટ્સ ઓફ ધી બિહારી લેન્ગવેજ’ (1883-87) અને ‘બિહારી પીજેન્ટ લાઈફ’ (1885) છે. તેમના બીજા કાર્યમાં દરેક પ્રકારની ભાષાઈ સૂચના છે. તથા તેમાં જનજીવન, ખેતીની રીતો અને બિહારના ખેડૂતોના વિશ્વાસના વિષયમાં પણ જાણકારી આપવામાં આવી છે. ભારત સરકારે 1994માં તેમના સન્માનમાં એક પુરસ્કાર ગઠિત કર્યો. જે હિન્દીમાં મહત્વપૂર્ણ યોગદાન કરવા માટે વિદેશી અધ્યતાઓને પ્રદાન કરવામાં આવે છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશેષ રૂપથી ચાંદીની દસ્તકારી, સંગેમરમર અને બલુઆ પત્થરની એક આકૃતિ પણ ભેટ આપી. જે આરતી-દીપ કે પ્રાર્થના મીણબત્તી સ્ટેન્ડ સંબંધિ શૈમરોક આઈરીશ પ્રતિક છે. તેમાં શૈમરોક પાંદડાઓ પર મોર બેઠેલો દર્શાવાયો છે. તથા તેના પર ક્રિસ્ટલના બુંદ પ્રદર્શિત કરાયા છે. જે શાંતિ અને પવિત્રતાની નિશાની છે.

AP/J.Khunt/GP