Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સ્વરાજ કૌશલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સ્વરાજ કૌશલ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે શ્રી સ્વરાજ કૌશલ જીએ એક વકીલ અને એવા વ્યક્તિ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી જે વંચિતોના જીવનને સુધારવા માટે કાનૂની વ્યવસાયનો ઉપયોગ કરવામાં માનતા હતા. શ્રી મોદીએ કહ્યું, “તેઓ ભારતના સૌથી યુવાન રાજ્યપાલ બન્યા અને તેમના રાજ્યપાલ પદ દરમિયાન મિઝોરમના લોકો પર એક અમીટ છાપ છોડી. એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા.

પ્રધાનમંત્રીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું:

શ્રી સ્વરાજ કૌશલ જીના નિધનથી દુઃખી છું. તેમણે એક વકીલ અને એવા વ્યક્તિ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી જે વંચિતોના જીવનને સુધારવા માટે કાનૂની વ્યવસાયનો ઉપયોગ કરવામાં માનતા હતા. તેઓ ભારતના સૌથી યુવાન રાજ્યપાલ બન્યા અને તેમના રાજ્યપાલ પદ દરમિયાન મિઝોરમના લોકો પર એક અમીટ છાપ છોડી. એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા. દુઃખની ઘડીમાં મારા વિચારો તેમની પુત્રી બાંસુરી અને અન્ય પરિવારજનો સાથે છે. ઓમ શાંતિ.”

 

SM/DK/GP/JD