પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રિક્સ (BRICS) દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ સમકાલીન વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે આ જૂથના વધી રહેલા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ઝડપથી બદલાઈ રહેલા વૈશ્વિક પરિદ્રશ્યમાં, મુખ્ય સુરક્ષા મુદ્દાઓ પર સહયોગને વધુ ગાઢ બનાવવામાં બ્રિક્સની મહત્વની ભૂમિકા છે. તેમણે આતંકવાદ, સાયબર સુરક્ષા અને ઉભરતી ટેકનોલોજી સહિતના સહિયારા પડકારોનો સામનો કરવા માટે સભ્ય દેશો વચ્ચે વધુ મજબૂત સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે બ્રિક્સનું ભારતનું અધ્યક્ષપદ સભ્ય દેશો વચ્ચે વ્યવહારિક સહયોગને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે ગ્લોબલ સાઉથ (Global South) ની પ્રાથમિકતાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો જે વધુ સુરક્ષિત, સલામત અને સર્વસમાવેશી વિશ્વના નિર્માણમાં યોગદાન આપશે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું; “બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓને મળીને આનંદ થયો. બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં, સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા અને આતંકવાદ તેમજ સાયબર સુરક્ષાથી લઈને ઉભરતી ટેકનોલોજી સુધીના સહિયારા પડકારોનો સામનો કરવામાં બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતનું અધ્યક્ષપદ વ્યવહારિક સહયોગને આગળ વધારવા, ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને સમર્થન આપવા અને વધુ સુરક્ષિત, સલામત તેમજ સર્વસમાવેશી વિશ્વમાં યોગદાન આપવાનો પ્રયાસ કરશે.” @BricsIndia2026
Pleased to meet National Security Advisors and senior security officials of BRICS countries.
In a changing global landscape, BRICS has a vital role in deepening security cooperation and addressing shared challenges, from terrorism and cyber security to emerging technologies.… pic.twitter.com/ezPEASimJp
— Narendra Modi (@narendramodi) June 23, 2026
SM/DK/JD