Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી સંસદ ભવનમાં રેટ્રોફિટ ઈલેકટીક બસ લોચિંગ કાર્યક્રમમાં હાજરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સંસદ ભવન પરિસરમાં રેટ્રોફિટ ઈલેકટ્રીક બસ લોન્ચ કરવાના સમારોહમાં સામેલ થયા. આ બસ ડિઝલ બસમાંથી બેટરી ચાલિત બસમાં બદલવામાં આવી છે. આ સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયની પહેલ છે અને તેનો ઉદેશ્ય સંસદ સદસ્યોના આવન-જાવન માટે સ્વચ્છ અને પ્રદૂષણ મુકત વાહનવ્યવહાર વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો છે.

પ્રધાનમંત્રીએ થોડા સમય માટે બસમાં યાત્રા કરી અને બસની ચાવી લોકસભા અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજનને ભેટ આપી.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે પર્યાવરણ પર લાંબા સમયથી ચર્ચા રહી છે પરંતુ હાલના દિવસોમાં સાધારણ આદમી પર્યાવરણના નુકસાનના પ્રભાવને અનુભવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ પેરિસના સીઓપી-21 શિખર સંમેલનની ચર્ચા કરતા ત્યાં ઉઠાવાયેલા બે પ્રમુખ પગલાનો ઉલ્લેખ કર્યો. તેમાથી એક છે ‘મિશન ઈનોવેશન’. તેનો ઉદેશ્ય ગ્રીન ટેકનોલોજીના વિકાસની દિશામાં કામ કરવાનું છે.

મિશન ઈનોવેશનને સંયુકત રૂપથી અમેરીકા, ફ્રાન્સ તથા ભારતના બિલ તથા મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની સહાયતાથી લોન્ચ કરવામાં આવ્યું છે. બીજું મહત્વપૂર્ણ પગલું સૂર્યપ્રકાશથી સંપન્ન દેશોનું આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં હશે.

પ્રધાનમંત્રીએ બસ લોન્ચ કરવામાં કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રી શ્રી નિતિન ગડકરીના પ્રયાસોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ ઉદ્યોગપતિઓને ભારતમાં સસ્તી અને કારગર ઈલેકટ્રીક બેટરી બનાવવાનું આહવાન કર્યું. તેનાથી સ્વચ્છ જન પરિવહનની દિશામાં તેજી આવશે. લોકસભા અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજન, કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી, શ્રી વૈંકેયા નાયડુ, શ્રી પ્રકાશ જાવડેકર તથા મોટી સંખ્યામાં સંસદ સભ્યો આ પ્રસંગે ઉપસ્થિત હતા.

UM/AP/J.Khunt/DK