Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી સમક્ષ સચિવોના જૂથે “પરિવહન અને સંચાર” પર વિચારો રજૂ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૂચનાને અનુસરીને ભારત સરકારના સચિવોના જૂથે આજે વિવિધ ક્ષેત્રોમાં સુશાસન સ્થાપિત કરવા મોટા પાયે પરિવર્તન લાવવા માટેના વિચારો રજૂ કરવાનો બીજો રાઉન્ડ આજે શરૂ કર્યો હતો.

આ પ્રકારના વિચારોનો પ્રથમ સેટ જાન્યુઆરી, 2016માં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આઠ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. આજે આ પ્રકારના નવ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા છે.

આજે પ્રથમ જૂથે “પરિવહન અને સંચાર” ક્ષેત્રો પર તેમના વિચારો પ્રસ્તુત કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.