પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્દરમૈયાના નેતૃત્વમાં એક સર્વદળીય પ્રતિનિધિમંડળે 24 ઓગષ્ટ, 2015ના રોજ મુલાકાત કરી.
પ્રતિનિધિમંડળે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા મહાદાયી નદી જળ મુદ્દા પર ટ્રિબ્યુનલથી બહાર સમાધાન માટે પ્રધાનમંત્રીના હસ્તક્ષેપની માંગ કરી. આ કેસ વર્તમાનમાં ટ્રિબ્યુનલ સમક્ષ છે. પ્રધાનમંત્રીએ સલાહ આપી કે ટ્રિબ્યુનલની બહાર આ કેસના સમાધાનના પ્રયાસ પહેલા ત્રણ રાજ્યોના વિભિન્ન રાજનીતિક દળોની વચ્ચે વિચાર-વિમર્શના માધ્યમથી એક સામાન્ય સહમતિની આવશ્યકતા થશે.
પ્રતિનિધિમંડળે કર્ણાટક રાજ્યમાં ખાસ કરીને રાજ્યના ઉત્તરી ક્ષેત્રોમાં ભયંકર દુકાળનો મુદ્દો પણ ઉઠાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંદર્ભમાં અતિ ઝડપથી સ્થિતિની સમીક્ષા માટે એક કેન્દ્રીય દળ રાજ્યમાં મોકલવામાં આવશે.
પ્રતિનિધિમંડળે ચાના દરમાં થઈ રહેલા ઘટાડાના કારણે શેરડીની ખેતી કરતા ખેડૂતો દ્વારા સામનો કરાઈ રહેલી સમસ્યાઓને પણ પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમસ્યાઓનો સામનો શેરડીની ખેતી કરતા આખા દેશના ખેડૂતો કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તેના સમાધાન માટે અનેક પગલા ભરી રહી છે.
પ્રતિનિધિમંડળે રાજ્યમાં મલબૈરી ઉત્પાદકોના હિતોના સંરક્ષણ માટે રેશમના આયાત દરોમાં 30 ટકા સુધી વધારાની અપીલ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અપીલની સમીક્ષા કરવામાં આવશે.
બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી વેંકૈયા નાયડૂ, શ્રી અનંતકુમાર અને શ્રી સદાનંદ ગૌડા તથા લોકસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર હતા.
UM/AP/J.Khunt/GP
Met an All Party Delegation from Karnataka. http://t.co/V68b265Y7E pic.twitter.com/Y7bQ20AQIc
— Narendra Modi (@narendramodi) August 24, 2015