Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી હાથવણાટને ભારતની સૌથી મોટી નાગરિક શક્તિઓમાંથી એક તરીકે રેખાંકિત કરતો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ પર કેન્દ્રીય મંત્રી શ્રી ગિરીરાજ સિંહ દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે. આ લેખ હાથવણાટને ભારતની સૌથી મોટી નાગરિક શક્તિઓમાંથી એક તરીકે અને ભારતીય કાપડની અસંખ્ય પ્રાદેશિક પરંપરાઓને રેખાંકિત કરે છે.

શ્રી મોદીએ ટિપ્પણી કરી, “મંત્રીશ્રીએ ભારતના યુવાનોને વારસો અને ટેકનોલોજી, સર્જનાત્મકતા અને સાહસિકતાને એકસાથે લાવીને હાથવણાટના નવા પ્રકરણને આકાર આપવા આહ્વાન કર્યું છે, જેથી વણકરોની આજીવિકા મજબૂત થાય.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: “ભારત આજે #NationalHandloomDay ની ઊજવણી કરી રહ્યું છે ત્યારે, કેન્દ્રીય મંત્રી શ્રી @girirajsinghbjp હાથવણાટને ભારતની સૌથી મોટી નાગરિક શક્તિઓમાંથી એક તરીકે બિરદાવી છે, જે ભારતીય કાપડની અસંખ્ય પ્રાદેશિક પરંપરાઓને રેખાંકિત કરે છે.

મંત્રીશ્રીએ ભારતના યુવાનોને વારસો અને ટેકનોલોજી, સર્જનાત્મકતા અને સાહસિકતાને એકસાથે લાવીને હાથવણાટના નવા પ્રકરણને આકાર આપવા આહ્વાન કર્યું છે, જેથી વણકરોની આજીવિકા મજબૂત થાય.”

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]