પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 9:30 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની આત્મકથા “ટ્રાયમ્ફ ઑફ ધ ઈન્ડિયન રિપબ્લિક: માય લાઈફ, માય સ્ટ્રગલ્સ” નું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી દ્વારા આત્મકથાનું વિમોચન એ ભારતના સૌથી પ્રતિષ્ઠિત જાહેર વ્યક્તિઓમાંના એકના જીવન અને યોગદાનની ઉજવણી કરવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહેશે. આ આત્મકથા શ્રી રામનાથ કોવિંદની અસાધારણ જીવનયાત્રાનું અત્યંત અંગત વર્ણન રજૂ કરે છે, જેમાં તેમના પ્રારંભિક વર્ષોથી લઈને તેમના વિશિષ્ટ જાહેર જીવન અને ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકેની તેમની આખરી સેવા સુધીના તેમના અનુભવો, સંઘર્ષો અને સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે. આ પુસ્તક તેમના મૂલ્યો, અનુભવો અને સંજોગો વિશે આંતરદૃષ્ટિ પૂરી પાડે છે જેણે તેમની સફર અને જાહેર સેવાને આકાર આપ્યો.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]