પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબર, 2015ના રોજ નવી દિલ્હી સ્થિત ડીઆરડીઓ ભવનમાં પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામની જયંતી સાથે જોડાયેલ સમારોહમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી આ અવસર પર ડૉ. કલામની પ્રતિમાનું અનાવરણ કરશે. તેઓ ‘ડૉ. કલામના જીવન ઉત્સવ’ નામના ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે તેનું અવલોકન પણ કરશે. પ્રધાનમંત્રી ડીઆરડીઓ ભવન સ્થિત કોઠારી સભાગારમાં ઉપસ્થિત સૌ લોકોને સંબોધિત કરશે.
AP/J.Khunt/GP
Glad to join Dr. Kalam's birth anniversary celebrations, which includes unveiling of his statue & photo exhibition. http://t.co/feCjKE66uK
— Narendra Modi (@narendramodi) October 13, 2015