Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 15 ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા મેદાનમાં દશેરાની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લાનાં મેદાનમાં 15 ઓગસ્ટ પાર્ક ખાતે દશેરાની ઉજવણીમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ લવ-કુશ રામલીલા સમિતિ દ્વારા આયોજિત રામલીલાને પણ નિહાળી હતી. તેમણે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની વિશાળ પ્રતિમાઓનું દહન પણ નિહાળ્યુ હતુ, જે બુરાઈ પર અચ્છાઈનાં વિજયનું પ્રતીક ગણવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ભારતનાં આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પણ ઉપસ્થિત હતાં.

****