Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 23 જૂન, 2018ના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી ઈન્દોર ખાતે મધ્યપ્રદેશ શહેરી વિકાસ મહોત્સવમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી રિમોટલી રાજ્યભરની વિવિધ 4000 કરોડ રૂપિયાથી વધુની વિભિન્ન શહેરી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી પેયજળ પૂરવઠા યોજના, શહેરી ઘન કચરાનું વ્યવસ્થાપન, શહેરી સ્વચ્છતા, શહેરી પરિવહન અને શહેરી લેન્ડસ્કેપ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

તેઓ સ્વચ્છ સર્વેક્ષણ – 2018ના પુરસ્કારોનું વિતરણ પણ કરશે અને સ્વચ્છ સર્વેક્ષણ – 2018ના પરિણામોનું ડેશબોર્ડ પણ પ્રસિદ્ધ કરશે. સ્વચ્છ શહેરો અને શ્રેષ્ઠ દેખાવ કરતા રાજ્યોને પ્રધાનમંત્રી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થશે. સ્વચ્છતામાં નવીનીકરણ માટે એક, સ્વચ્છતામાં ઉત્કૃષ્ઠ દેખાવ માટે એક અને એક સ્વચ્છતા સંબંધી ઉદ્યોગસાહસિકને પ્રધાનમંત્રી તરફથી પુરસ્કૃત કરવામાં આવશે.

આ પહેલા રાજગઢમાં, પ્રધાનમંત્રી મોહનપુરા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પરિયોજના રાજગઢ જિલ્લામાં કૃષિ જમીનની સિંચાઈ સુવિધા સરળ બનાવશે. તે વિસ્તારના ગામોને પીવાનું પાણી પૂરું પાડશે. પ્રધાનમંત્રી પીવાના પાણીની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

NP/GP/RP