Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરી, 2019નાં રોજ જમ્મુ, શ્રીનગર અને લેહની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી 03 ફેબ્રુઆરી, 2019નાં રોજ જમ્મુ, શ્રીનગર અને લેહની મુલાકાત લેશે. તેઓ આ ત્રણેય વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલારોપણ કરશે તેમજ કેટલાક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. તેઓ શ્રીનગરમાં દાલ સરોવરની મુલાકાત પણ લેશે.

પ્રધાનમંત્રી એઇમ્સ, વિજયપુર અને એઇમ્સ, અવંતિપુરનું શિલારોપણ કરવાની તકતીનું લોકાર્પણ કરશે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં જમ્મુમાં વિજયપુરમ અને પુલવામામાં અવંતિપુરમાં એઇમ્સની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બંને શહેરોમાં નવી એઇમ્સ સ્થાપિત થવાથી આ વિસ્તારોમાં હેલ્થકેર સુવિધાઓ, સ્વાસ્થ્યલક્ષી શિક્ષણ અને તાલીમની સુવિધાઓની કાયપલટ થશે.
પ્રધાનમંત્રી જમ્મુમાં નધર્ન રિજનલ સેન્ટર કેમ્પસ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશનનાં નિર્માણ માટે એક તકતીનું લોકાર્પણ કરીને શિલારોપણ પણ કરશે.

આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી લદાખ યુનિવર્સિટીનો પણ શુભારંભ કરશે. આ લદાખ વિસ્તારની સૌપ્રથમ યુનિવર્સિટી બનશે, જેની સ્થાપના લદાખ વિશ્વવિદ્યાલય ધારા, 2018 હેઠળ થશે. આ લેહ, કારગીલ, નુબ્રા, ઝાંસ્કર, દ્રાસ અને ખાલ્તસીની ડિગ્રી કોલેજો ધરાવતી યુનિવર્સિટી બનશે. આ યુનિવર્સિટીની વહીવટી ઓફિસો લેહ અને કારગીલમાં સ્થિત હશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (આરયુએસએ) હેઠળ વિવિધ પ્રોજેક્ટનું ડિજિટલ લોંચિંગ પણ કરશે.
પ્રધાનમંત્રી એક બટન દબાવીને નીચેનાં પ્રોજેક્ટ માટે તકતીનું લોકાર્પણ કરશેઃ

દેશમાં 54 નવી મોડલ ડિગ્રી કોલેજો, 11 પ્રોફેશનલ કોલેજો અને 1 વિમેન્સ યુનિવર્સિટીનું શિલારોપણ કરશે.

દેશમાં 16 મોડલ ડિગ્રી કોલેજો, 66 આંત્રપ્રિન્યોરશિપ, ઇન્નોવેશન એન્ડ કેરિયર હબ્સનું ઉદઘાટન કરશે.

જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાર, કુપવાડા અને બારામુલ્લામાં 3 મોડલ ડિગ્રી કોલેજોનું શિલારોપાણ કરશે.

જમ્મુ યુનિવર્સિટીમાં આંત્રપ્રિન્યોરશિપ, ઇન્નોવેશન એન્ડ કેરિયર હબનું શિલારોપણ કરશે.

પ્રધાનમંત્રી કથુઆમાં યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી દેશને અર્પણ કરશે. પછી તેઓ એક તકતીનું લોકાર્પણ કરીને કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી માઇગ્રન્ટ કર્મચારીઓ માટે પરિવહન સુવિધાનાં નિર્માણ માટે શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં ઘરોનું 100 ટકા વીજળીકરણ થવાની જાહેરાત કરશે.

પ્રધાનમંત્રી જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવારમાં 624 કિલોવોટની ક્ષમતા ધરાવતો કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું શિલારોપણ કરશે. આ યોજના ચેનાબ નદી પર આકાર લેશે. આ યોજના પૂર્ણ થયા પછી દર વર્ષે 2272 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દાતાંગ ગામ પાસે ડાહમાં 9 મેગાવોટની હાઇડ્રોઇલેક્ટ્રિક યોજનાનું ઉદઘાટન કરશે. આ જમ્મુ-કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની યોજના છે. પ્રધાનમંત્રી 220 કિલોવોટ શ્રીનગર-અલસ્ટેંગ-દ્રાસ-કારગિલ-લેહ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીએ આ યોજનાનું શિલારોપણ ઓગસ્ટ, 2014માં કર્યું હતું. પ્રધાનમંત્રી 400 કેવી ડી/સી જલંધર-સાંબા-રાજૌરી-શોપિયાં-અમરગઢ (સોપોર) ડિસ્ટ્રિબ્યુશન લેન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ યોજનાથી જ્મ્મુ અને કાશ્મીરમાં ગ્રિડ કનેક્ટિવિટી વધારવામાં આવી છે.

પ્રધાનમંત્રી શ્રી મોદી સજવાલમાં ચેનાબ નદી પર 1640 મીટર લાંબા, ટૂ લેન ધરાવતા પુલનું શિલારોપણ કરશે. આ યોજન સજવાલ અને ઇન્દ્રી પટ્ટાનાં લોકોને એક વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. આ પુલનું નિર્માણકાર્ય પૂર્ણ થયા પછી સજવાલ અને ઇન્દ્રી પટ્ટા વચ્ચેનું અંતર 47 કિલોમીટરથી ઘટીને 5 કિલોમીટર થઈ જશે.
પ્રધાનમંત્રી શ્રી મોદી રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (એનઆરસીપી) અંતર્ગત દેવિકા અને તવી નદીઓનાં પ્રદૂષણને ઓછું કરવાનાં ઉદ્દેશથી બનેલી યોજનાનું શિલારોપણ કરશે. આ યોજના પૂર્ણ થતાં બંને નદીઓનાં પ્રદૂષણમાં ઘટાડો થશે અને તેનાં પાણીની ગુણવત્તામાં પણ સુધારો થશે.

પ્રધાનમંત્રી શ્રી મોદી લેહનાં કુશોકબકુલા રિમપોચી (કેબીઆર) એરપોર્ટનાં નવી બિલ્ડિંગનું શિલારોપાણ કરીશે. 18,985 ચોરસ મીટરમાં બનેલું નવું ટર્મિનલ મોડ્યુલર, ઊર્જામાં કુશળતા અને સ્વનિર્ભર ટર્મિનલ બિલ્ડિંગ બનશે.

પ્રધાનમંત્રી શ્રી લદાખમાં નવા પર્યટન અને ટ્રેકિંગ માર્ગની શરૂઆત કરશે. એનાથી લદાખમાં પર્યટન ક્ષેત્રમાં વધારે વૃદ્ધિ થશે અને પર્યટકોની સંખ્યા પણ વધશે. એનાથી ઘણાં ગામડાઓમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.

પ્રધાનમંત્રી બાંદીપોરામાં ગ્રામીણ બીપીઓ સુવિધાનો શુભારંભ કરશે. એનાથી બાંદીપોરા અને પડોશી જિલ્લાનાં યુવાનો માટે રોજગારીની તકો વધશે. પ્રધાનમંત્રી ગંદરબદલનાં સેફોરામાં બહુઉદ્દેશીય ઇન્ડોર ખેલ સુવિધાનું ઉદઘાટન કરશે. એનાથી ગંદરબલ જિલ્લામાં યુવાનોને ઇન્ડોર રમતોની સુવિધા પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રી શ્રી મોદી શ્રીનગરમાં, અસમ, ગુજરાત, હરિયાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને તેલંગાણાનાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. તેઓ નવા ચૂંટાયેલા સરપંચો સાથે પણ વાતચીત કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત યોજનાઓનું શિલારોપાણ કરવા માટે 19 મે, 2018નાં રોજ જમ્મુ, શ્રીનગર અને લેહની મુલાકાત લીધી હતી.

***

RP