પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે કર્ણાટકમાં કલબુર્ગીની અને તમિલનાડુમાં કાંચીપુરમની મુલાકાત લેશે. તેઓ બંને સ્થળો પર વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કરશે.
કલબુર્ગી, કર્ણાટક
કલબુર્ગીમાં પ્રધાનમંત્રી કર્ણાટકનાં લોકોનાં લાભ માટે ઊર્જા, આરોગ્ય અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કરશે.
એમાં સામેલ છેઃ
આરોગ્ય ક્ષેત્ર
કર્ણાટકમાં આરોગ્ય ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી બેંગાલુરુમાં ઇએસઆઇસી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દેશને અર્પણ કરશે. તેઓ હુબલીમાં KIMSના સુપર સ્પેશિયાલિટી બ્લોકનું પણ લોકાર્પણ કરશે. આ તમામ પરિયોજનાઓ કર્ણાટકમાં લોકો માટે વાજબી દરે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સેવા સુનિશ્ચિત કરશે.
ઊર્જા ક્ષેત્ર
શ્રી મોદી બીપીસીએલનાં ડેપોને રાયચુરથી કલબુર્ગીમાં સ્થળાંતરિત કરવા માટે શિલાન્યાસ કરશે.
ઉપરાંત પ્રધાનમંત્રી બેંગાલુરુમાં ઇન્કમ ટેક્ષ અપીલેટ ટ્રિબ્યુનલ ટર્મિનલ દેશને અર્પણ કરશે.
તેઓ બેંગલોર યુનિવર્સિટીમાં પૂર્વોત્તર ક્ષેત્રની વિદ્યાર્થીનીઓ માટે મહિલા છાત્રાલયનું પણ લોકાર્પણ કરશે.
આ તમામ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની જીવનની સરળતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકી રહ્યાં છે.
પ્રધાનમંત્રી કલબુર્ગીમાં આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાત પણ કરશે.
કાંચીપુરમ, તમિલનાડુ
તમિલનાડુમાં કાંચીપુરમમાં પ્રધાનમંત્રી માર્ગો, રેલવે અને ઊર્જા ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટનું અનાવરણ કરશે. આ તમામ પ્રોજેક્ટ રાજ્યમાં માર્ગ અને રેલવેનું માળખું મજબૂત કરશે. આ તમિલનાડુમાં લોકો માટે શ્રેષ્ઠ, ઝડપી અને સસ્તાં પરિવહન માટે પણ માર્ગ મોકળો કરશે.
એમાં સામેલ છેઃ
રોડ ક્ષેત્ર
તમિલનાડુમાં રાજમાર્ગ માળખાને મોટું પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ – 45સીનાં વિક્રવંદી-સેઠીયાથોપુ સેક્શન, સેઠિયાથોપુ – ચોલોપુરમ સેક્શન અને ચોલોપુરમ-તાંજોર સેક્શનને ફોર લેન બનાવવા શિલારોપણ કરશે.
તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ – 4નાં કરાઈપેટ્ટઈ – વલાજાપેટ સેક્શનને સિક્સ લેન બનાવવા માટે શિલારોપણ પણ કરશે.
રાષ્ટ્રીય રાજમાર્ગ – 234ને મજબૂત કરવા પ્રધાનમંત્રી કેરિજ વે (વાહન માટેનો રસ્તો) અને કલ્વર્ટ (ગરનાળા) ને પહોળા અને મજબૂત કરવા માટેની યોજનાનો શિલાન્યાસ કરશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ – 381નો અવિનાશી-તિરુપુર-અવિનાશિપલાયમ સેક્શનનાં કેરિજ વે (વાહન માટેનો રસ્તો)ને મજબૂત કરશે અને ફોર લેન પણ દેશને અર્પણ કરશે.
રેલવે ક્ષેત્ર
પ્રધાનમંત્રી ઇરોડ-કરુર-તિરુચિરાપલ્લી અને સાલેમ-કરુર-દિંડીગુલ રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન દેશને અર્પણ કરશે.
વિદ્યુતિકરણથી ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટશે તથા આ રુટ પર લોકો અને ચીજવસ્તુઓની અવરજવર માટેનાં સમયમાં ઘટાડો થશે.
ઊર્જા ક્ષેત્ર
પ્રધાનમંત્રી દેશને એન્નોર એલએનજી ટર્મિનલ અર્પણ કરશે.
5 MMTPAની ક્ષમતા સાથે એન્નોર એલએનજી ટર્મિનલ તમિલનાડુ અને પડોશી રાજ્યોમાં એલએનજી ગેસની માગ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
ઉપરાંત પ્રધાનમંત્રી વીડિયો લિન્ક મારફતે ચેન્નાઈમાં મહિલાઓ માટેની ડૉ. એમ જી રામચંદ્રન અને ડૉ. એમજીઆર જાનકી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં પ્રતિમાનું અનાવરણ કરશે.
ડો. એમજી રામચંદ્રન અભિનેતા અને રાજકારણી હતાં તથા પછી તેમણે વર્ષ 1977થી 1987 સુધીનાં 10 વર્ષનાં ગાળા માટે તમિલનાડુનાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમને ભારતરત્ન એનાયત થયો હતો.
પ્રધાનમંત્રી કાંચીપુરમમાં આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે વાત પણ કરશે.
NP/J.Khunt/GP/RP