Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધામંત્રીએ વ્યક્તિના જીવનને ઉજ્જવળ બનાવતા અને ચારિત્ર્ય ઘડતા આઠ આવશ્યક ગુણોને પ્રકાશિત કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું, 


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં વ્યક્તિના જીવનને ઉજ્જવળ બનાવતા અને ચારિત્ર્ય ઘડતા આઠ આવશ્યક ગુણો પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“अष्टौ गुणाः पुरुषं दीपयन्ति प्रज्ञा सुशीलत्वदमौ श्रुतं च ।
पराक्रम बहुभाषिता च दान्त्यशक्ति ज्ञता च।।”

આ આઠ ગુણો વ્યક્તિના જીવનને ઉજ્જવળ બનાવે છે. બુદ્ધિ તેને સાચો માર્ગ બતાવે છે. સારું આચરણ તેના ચારિત્ર્યને શુદ્ધ રાખે છે, અને આત્મસંયમ તેને શિસ્તબદ્ધ રાખે છે. જ્ઞાન તેને સમજણ આપે છે, હિંમત તેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં અડગ રહેવામાં મદદ કરે છે, અને કુશળ વાણી તેને સમાજમાં માન આપે છે. વ્યક્તિની ક્ષમતા અનુસાર દાન આપવું અને દયા માટે કૃતજ્ઞતા દાખવવી એ વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે.

 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]