પીએમઇન્ડિયા
દેશના પ્રમુખ મુસ્લિમ નાગરિકોના એક શિષ્ટમંડળે આજે (13-4-2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. શિષ્ટમંડળના સભ્યોમાં અન્ય લોકો ઉપરાંત શિયા ધાર્મિક નેતા મૌલાના કલ્બે જવ્વાદ, આંતરરાષ્ટ્રીય ઈસ્લામી બાબતોના વિશેષજ્ઞ શ્રી કમર આગા અને શ્રી શાહિદ સિદ્દીકી સામેલ હતા.
શિષ્ટ મંડળના સભ્યોએ પ્રધાનમંત્રીને હાલમાં સઉદી અરબની સફળ યાત્રા માટે શુભેચ્છા આપી. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા તથા ઉત્તરી આફ્રિકાના લોકો ખાસ કરીને યુવાઓ શ્રી નરેન્દ્ર મોદીના વિકાસ એજન્ડાથી ઘણા પ્રભાવિત છે અને ભારતની સાથે સારા સંબંધ ઈચ્છે છે.
શિષ્ટમંડળના સભ્યોએ શ્રી નરેન્દ્ર મોદીને વિકાસ એજન્ડા તથા તેને સફળતાપૂર્વક લાગુ કરવાના રેકોર્ડની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ શિષ્ટમંડળના સભ્યોને ધન્યવાદ આપ્યા અને શિક્ષણ ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર આપતા વિકાસના પોતાના સંકલ્પને દોહરાવ્યું. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતમાં મુસ્લિમ સમુદાય એનડીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી પાક વિમા યોજના તથા મુદ્રા યોજનાથી ઘણા સ્તરે લાભ ઉઠાવશે.
AP/J.Khunt/GP
Met a delegation of eminent Muslims. They shared their joy on the outcomes of my Saudi Arabia visit & on Government's development agenda.
— Narendra Modi (@narendramodi) April 13, 2016
Talked about Govt's efforts to ensure financial inclusion, crop insurance & our focus on girl child education. https://t.co/CIbe4toFNc
— Narendra Modi (@narendramodi) April 13, 2016